December 23, 2024

ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના પવન કિક્રેટ ગ્રાઉન્ડ ખાતે એજયુકેશન કિક્રેટ કપ -2023નુ આયોજન કરવામાં આવ્યું હતું.

Share to



ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના પવન કિક્રેટ ગ્રાઉન્ડ ખાતે એજયુકેશન કિક્રેટ કપ 2023 નુ આયોજન કરવામાં આવ્યું હતું જેનું ભરૂચ જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ બચુભાઈ વસાવા હસ્તે મસાલા સળગાવી ખુલ્લી મૂકવામાં આવી હતી જ્યારે ક્રિકેટર મુષ્કાન વસાવાના હસ્તે આકાશમાં બલૂન છોડી ખેલાડીઓની પરેડ યોજી રાષ્ટ્ર ગાન ગાઈ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કિક્રેટ ટુનામેન્ટમાં ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાની કુલ 16 ટીમોના ઝઘડીયા, વાલીયા, નેત્રંગ, સાગબારા, દેડીયાપાડા, ઉમરપાડા, ભરૂચ, જંબુસર, વાગરાના કિક્રેટ પ્રેમી શિક્ષકોએ ભાગ લીધો હતો.આ કિક્રેટ ટુનામેન્ટનુ આયોજન બ્લેશ્વરના રમતપ્રેમી ચંદ્રકાન્તભાઈ વસાવા દ્ધારા કરવામાં આવ્યું હતુ આ ક્રિકેટ ટુનામેન્ટમા નેત્રંગ સિક્ષ્ણ સંઘના પ્રમુખ હરેસિગભાઈ ,ઝઘડિયા શિક્ષણ સંઘના પ્રમુખ ઈશ્વર ભાઈ વસાવા અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed