December 23, 2024

રાજેશ ભગત નામના વાલીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા બે વર્ષથી કેટલાક બાળકોને સ્કોલરશીપ નહીં મળતી હોવાનો રજૂઆત કરી છે પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.

Share to

ઝઘડિયા તાલુકાના વખતપુરા ગામના વાલીએ બાળકોને ફ્રીશીપ કાર્ડ અંતર્ગત સ્કોલરશીપ નહીં મળતા પ્રાંત અધિકારીને ફરિયાદ કરી છે.




ઝઘડિયા તાલુકાના વખતપુરા ગામે રહેતા રાજેશભાઇ રતિલાલભાઈ ભગતે બાળકોની ફ્રી શિપ કાર્ડ અંતર્ગત મળતી સ્કોલરશીપ બાબતે ઝઘડિયા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે, પોતાની ફરિયાદમાં રાજેશ ભગતે જણાવ્યું છે કે તે પોતે આદિવાસી છે અને એ મુજબ તેમના બાળકો પણ આદિવાસી છે. ગુજરાત સરકાર તરફથી તમામ આદિવાસી બાળકોને અભ્યાસક્રમની ફી ભરવા માટે રૂપિયા ૯૦,૦૦૦ સુધીનો ફ્રી શિપ કાર્ડ આપવામાં આવે છે, જે દરેક અલગ અલગ કોર્સમાં ત્રણ કે ચાર વર્ષમાં વાર્ષિક થી ભરવા માટે છે, પરંતુ વર્ષ ૨૦૨૧ થી ઘણા વિદ્યાર્થીઓના કે કોલેજ પ્રશાસનના જે તે રકમ (ફી) ગુજરાત સરકાર દ્વારા ન આપવાના કારણે કોલેજ પ્રસાશન દ્વારા વિદ્યાર્થીઓને ફી બાબતે ટોર્ચર કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ વચ્ચેથી અભ્યાસક્રમ છોડી દે છે અને ઘણા વિદ્યાર્થીઓના માં બાપ દેવુ કરીને ફી ભરે છે અને આના માટે જવાબદાર ગુજરાત સરકાર છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમણે તેમના દીકરા દીકરી માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી ઈમેલ અને વોટ્સએપ દ્વારા ફરિયાદ નોંધાવી છે પરંતુ આદિન સુધી નિરાકરણ થયું નથી જેથી તેમણે પોતાની ફરિયાદમાં પ્રાંત અધિકારીને આ સમસ્યાનો ગુજરાત સરકાર
નકલ તેમણે શિક્ષણ મંત્રી અને રાજ્યપાલ ને પણ રવાના કરી છે.


Share to

You may have missed