નેશનલ હાઇવે નંબર -56ની બિસ્માર અને ચીથડે હાલ સ્થિતએ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા.
રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કેટલાક વિસ્તારમાં ઉડતી ધૂળને કારણે આંખ ની જોવાની સમતા 100 મીટર થી પણ ઓછી જોવા મળી રહી છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકા થી માંગરોળ તાલુકાને જોડતો નેસનલ હાઇવે નંબર 56 સમગ્ર રસ્તો ચોમાસા દરમ્યાન ખાડા ખાબોચિયા વાળો બની ગયો હતો. આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અતિ ભારે હાલાકી નો સામનો કરવા લોકો મજબૂર બની રહ્યા છે. ત્યારે ચોમાસુ અંતિમ વિદાય લઈ રહ્યું છે. તો નેશનલ હાઇવે નંબર 56 પર ઉડતી ધૂળની ડમરીઓથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સતત અકસ્માત ની ભીતિ વચ્ચે ચાલતા વાહન ચાલકોના દમ તોલાય રહ્યા છે, તો બીજી તરફ ઘોરી માર્ગને અડીને આવેલ ખેતરોના ઊભા પાક પર ધૂળની મોટી ચાદર ખેડૂતોના પાકને બરબાદ કરી રહી છે. આ નેશનલ હાઇવે નંબર 56 પર આવેલા દેવગઢ ગામે થી અમૃત કળશ યાત્રા નો આરંભ કરાવવા માટે સાંસદ તથા રાજ્યમંત્રી પણ આજ રોડ પર થી પસાર થયા હતા.સાથે બી.જે.પી પાર્ટીના રાજકીય કાર્યક્રમમાં ભાગ લેવા નેશનલ હાઇવે 56 ના ઝંખવાવ માંડવી રોડ પરથી જિલ્લા પંચાયતના સદસ્યો સહિત હોદ્દેદારો પણ પસાર થયા હતા. હવે, વાસ્તવિક પરિસ્થિતિ ને પોતે જોયા બાદ, અનુભવ્યા બાદ જનતાની હાલાકી નો ત્યાગ મેળવી સાંસદ, રાજ્યમંત્રી તેમજ કાર્યક્રમમા ભાગ લેવા પહોંચેલા જિલ્લા પંચાયત ના સદસ્યો માંથી કોણ અને કેટલી ગંભીરતા દાખવશે એ જોવાનું રસ પ્રદ રહેશે.અને થોડા સમય પસી 2024 માં લોકસભા ની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે વિશ્વમાં પ્રસિદ્ધ અને વિકાસના જોરે ચાલતી સરકાર આવા ચીથરે હાલત વાળા રસ્તા પર ચૂંટણી પ્રચારના ઝુંબેશ માં જોતરાય તે પહેલા આવા રસ્તાને ક્યાંક તો રીકારપિંગ કરાવે અથવા ઇલેક્શન પહેલા બનાવી નાખવા માં આવે એવી લોકમાંગ ઉઠવપામી ગુજરાત સરકાર જ્યારે વિકાસથી ખદબદી રહ્યું હોય, ત્યારે આ રસ્તા પર વાહન ચાલકોમાં ક્યારેક મોટી દુર્ઘટના કે અકસ્માત થવાના ભઈના ઓથા હેઠળ વાહન ચાલકો વાહન ચલાવતા હોય તેઓને ડ્રાઇવિંગ સમયે ચિંતા મુક્ત જીવન જીવાય તેમજ માંડવી ઝંખવાવ વચ્ચેના ગામડાઓ માંથી આરોગ્ય લક્ષી 108 જેવા વાહનો ઇમર્જન્સી કેસમાં સારવાર અર્થે સમયસર હોસ્પિટલે દર્દીને પહોંચાડે તે માટે તાકીદે માંડવી થી ઝંખવાવ તરફનો નેશનલ હાઈવે-56 બનાવવામાં આવે. અને નાગરિકોના અધિકારો હક્કો જેવા કે રસ્તા પાણી જેની પ્રાથમિકતા અગ્રિમતા ધોરણે ઇલેક્શન પહેલા આપવામાં આવે તેવી લોક માંગ અથવા પામી છે.