કેલ્વીકુવા ગામે રિટાયર્ડ SRP જમાદારના ઘરઆંગણેથી બાઈકની ચોરી

Share to* પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી

તા.૦૭-૧૦-૨૦૨૩ નેત્રંગ.

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે નવીવસાહત વિસ્તારમાં રહેતા એસઆરપી ગૃપ ૧૦ માંથી રિટાયર્ડ થયેલા જમાદાર અરવિંદભાઈ છગનભાઈ વસાવા પોતાના સંતાનો માટે હિરો હોન્ડા કંપનીની સપ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ખરીદી હતી.તેમનો સંતાન અજીત વસાવા ઝધડીયા જીઆઇડીસીમાં નોકરી અથઁ જવાનું હોવાથી સવારના મળશ્કેના સમયે ઉઠી નોકરી જવા માટે ઘરના આંગણામાં મોટરસાયકલ નજરે નહીં પડતા શોધખોળ કરી હતી.પરંત મોટરસાયકલ નહીં મળતા અજાણ્યા ઇસમો મોટરસાયકલ ચોરી કરીને ફરાર થયા હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે નેત્રંગ પો.સ્ટેશનમાં ફરીયાદ આપતા પીએસઆઇ આર.આર ગોહિલ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to