December 23, 2024

રાજપીપળા: પતિ-પત્ની ઔર વો?! ના કિસ્સામાં સરકારી કચેરી ની અંદરજ બે મહિલાઓ બાખડી પડી

Share to



ઈકરામ મલેક:રાજપીપળા

નર્મદા જિલ્લા પંચાયત કચેરી ની આરોગ્ય શાખા મા બે મહિલાઓ વચ્ચે છુટા હાથ ની મારા મારી નો કિસ્સો પ્રકાશ મા આવ્યો છે….

રાજપીપલા પોલીસ મથકે દાખલ ફરિયાદ મુજબ તા 4 ઓક્ટો ના બપોર ના સમયે જ્યારે આ કામ ના ફરિયાદી મહિલા વિરલબેન આરોગ્ય શાખા ની કચેરી મા આઉટ સોર્સ થી પોતાની ફરજ બજાવી રહ્યા હતા….

ત્યારે આ કામ ના આરોપી મહિલા સંગીતાબેન સંદીપ ભાઈ પટેલ રહે સાઈ દર્શન સોસાયટી..

કચેરી મા ધસી આવ્યા હતા અને ફરિયાદી વિરલ બેન ને તું સંદીપ સાથે કેમ સંબંધ રાખે છે??

તારે સંદીપ સાથે કામ કરવાનું નથી એમ કહી ટેબલ ઉપર ના કાગળિયા ફેંકી દઈ માથાના વાળ પકડી મારમારી તેમનું મંગળસૂત્ર તોડી નાખી ધીકા પાટુ નો માર મારતા આ બાબત ની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં દાખલ થઈ છે પોલીસે મામલે ફરિયાદ નોંધ આગળની તપાસ શરૂ કરી છે.

આમ પોતાના પતિ ને અન્ય મહિલા સહ કર્મી સાથે આડા સંબંધ ની આશંકા રાખી ઓફીસ મા ઝગડા અને મારા મારી ની ઘટના ની ચર્ચા નગર ની અન્ય તમામ સરકારી કચેરીઓ મા ચર્ચા નો વિષય બની હતી….

એકજ ઓફીસ મા કામ કરતા પુરુષ અને મહિલા કર્મચારીઓ જાણે અજાણે લગ્નેતર સંબંધો મા ખેંચાઈ ને પોતાના પરિવાર મા ઝાઝાવાત સર્જતાં હોય છે… એવું આ કિસ્સા ઉપર થી ફરી એક વાર સિદ્ધ થયું છે..

ત્યારે ઓફીસ મા આવી આજ પ્રકાર ની પ્રવૃતિઓ કરતા અન્ય લોકો મા ઉચાટ ફેલાઈ જવા પામ્યો છે..ત્યારે આ ઘટના અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી ખાતાકીય તપાસ કરાવી આ મામલે સત્ય બહાર લાવશે?? કે કેમ? એનો જવાબ બાકી છે…


Share to

You may have missed