December 23, 2024

ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓમાં ગુજરાત ઓપન સ્કૂલના સ્ટડી સેન્ટરો ઉભા કરાયા

Share to


*ભણવાનું છોડી દેનાર વિદ્યાર્થીઓ માટે વધુ એક તક*
***

*CRC- BRC દ્વારા તમામ પ્રા. શાળાઓની સંપર્ક કરી ચાલુ વર્ષે અથવા એ પહેલા ભણવાનું છોડી દીધુ હોય તેને ધો.૯માં પ્રવેશ અપાશે*
***
ભરૂચ –ગુરુવાર – રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ની સંકલ્પનાને અનુરૂપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ઇચ્છતા ન હોય તથા વિવિધ કારણોસર શાળા છોડી જતાં બાળકોને ઉંમર, સમય કે સ્થળના બાધ સિવાય અધૂરૂ શિક્ષણ પૂરૂ પાડવા અને તેવા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરૂ પાડવાના હેતુસર ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) ના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૩-૨૪ થી વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં ધોરણ ૯ અને ૧૦ નો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધોરણ ૧૧ અને ૧૨ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ ) નો અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે GSOS માં રજીસ્ટ્રેશન શરૂ થયેલ છે.
વિદ્યાર્થીઓના રિજસ્ટ્રેશન માટે ભરૂચ જિલ્લામાં નોડલ અધિકારીની નિમણૂક કરાઈ છે. નોડલ અધિકારીઓ CRC-BRC દ્વારા તમામ પ્રા. શાળાઓની સંપર્ક કરી ચાલુ વર્ષે અથવા એ પહેલા ભણવાનું છોડી

દીધુ હોય તેને ધો.૯માં પ્રવેશ અપાવી SSC-IISC સુધી પહોચી તેમા પાસઆઉટ થાય તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા (GSOS ) અંતર્ગત ભરૂચ જિલ્લામાં ધો.૧૦ની પરીક્ષા આપી શકે એ માટે ધો.૯માં રજિસ્ટ્રેશન કરાવાશે.
GSOSમાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અને પાઠયપુસ્તકો તથા અભ્યાસ માટે તમામ સેવા નિ:શુલ્ક રહેશે. તેમજ GSOS ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓ માટે ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષા ફી બોર્ડ દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવે તે મુજબની રહેશે. દિવ્યાંગ (CWSN) વિદ્યાર્થીઓ અને કન્યાઓ માટે પરીક્ષા ફી માફી રહેશે. આસિસ્ટમમાં ધોરણ.૯ થી જ પ્રવેશ આપવા જોગવાઈ કરાઈ છે અને સ્કૂલે આવવું ફરજિયાત નથી.
ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓ સ્ટડી સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તેઓએ સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યશ્રી અને તાલુકાનાં બીઆરસીશ્રીનો સંપર્ક કરવો. તેમ જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્નારા જણાવવામાં આવ્યું હતું.
૦૦૦
( બોક્ષ )

*રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તેઓએ સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યશ્રી અને તાલુકાનાં બીઆરસીશ્રીનો સંપર્ક કરવો.*
ક્રમ
તાલુકો
બીઆસીશ્રી નુ નામ
મોબાઇલ નંબર


ઝઘડિયા
રાજીવભાઇ એચ.પટેલ
૯૪૨૬૫૬૬૮૯૭


અંક્લેશ્વર
વિજયકુમાર એન.પટેલ
૯૬૩૮૪૧૩૨૪૫


વાલીયા
અરવિંદકુમાર એમ.વાઘેલા
૮૧૪૦૮૨૦૧૪૨


વાગરા
ખ્યાતીબેન ડી.મહેતા
૯૫૭૪૭૫૬૧૬૨


નેત્રંગ
સુધાબેન વી.વસાવા
૮૪૬૯૧૫૬૫૦૨


આમોદ
આસીફભાઇ એ. પટેલ
૯૪૨૭૫૮૪૧૮૮


જંબુસર
અશ્વિનભાઇ પઢિયાર
૯૭૨૬૭૧૦૮૫૨


હાંસોટ
અશોકભાઇ પટેલ
૯૯૦૪૦૪૭૯૩૧


ભરૂચ
વિરેન્દ્રભાઇ સોલંકી
૯૬૬૨૦૫૫૨૬૮



Share to

You may have missed