December 23, 2024

ડેપ્યુટી કલેકટર તરીકે ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર મહિલા ને માંડવી પોલીસે ઝડપી પાડી…….નેહા પટેલ વિરુદ્ધ ભૂતકાળમાં પણ ધણા છેતરપિંડી નાં કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.

Share to





.*રિપોર્ટર..નિકુંજ ચૌધરી.*

સુરત જિલ્લાના માંડવી તાલુકાના તારાપુર ગામના રામુભાઇ દેવજીભાઈ ચૌધરી ને ટેન્ડર ની લાલચ આપી રૂપિયા પડાવતી નેહાબેન વિરોધ પોલીસ ફરિયાદ નોંધાઇ.બારડોલી બાબેન ખાતે રહેતી નેહા પટેલ નામની મહિલાએ માંડવી તાલુકાના તારાપુર ગામે રહેતા રામુભાઇ દેવજીભાઈ ચૌધરી ને પોતે ડેપ્યુટી કલેકટર હોવાની ઓળખ આપી રાજપીપળા તેમજ સરદાર સ્ટેચ્યુ તરફ વિકાસની કામગીરી કરું છું અને જમીન સંપાદન કરવાનું કામ કરું છું. વિકાસ નાં કામો કરવા માટે સરકાર બહાર પાડશે જે ટેન્ડર ને લગતી કામગીરી હું કરું છું. તમે આ ટેન્ડર માં પૈસા રોકો તો સારું એવું કમિશન તેમજ તમારી મુદ્દલ રકમ સમયસર મળી જશે તેવું જણાવી નેહા પટેલે રામુભાઇ ચૌધરી ને ભરોસો અને વિશ્વાસ આપ્યો હતો..અને ટુકડે ટુકડે રૂપિયા બારડોલી ખાતે રહેતા નેહા પટેલને તેમજ માંડવી બરોડિયા વાડ ખાતે તેમજ તરસાડા બાર સર્કલ પાસે રોકડા રૂપિયા ૨૨,૨૮,૦૦૦ લઈ છેતરપિંડી કરી વિશ્વાસ ધાત કરતાં માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.આ અંગે વધુ તપાસ પી.આઈ હેમંત પટેલ કરી રહ્યા છે.
નેહા પટેલ ની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો ધણા બેનામી ચેહરા બહાર આવાની શક્યતા વર્તાઈ રહી છે.


Share to

You may have missed