DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગ નાં નાનાજાંબુડા ગામમાં દારૂબંધી સહિત અસમાજિક પ્રવૃતિઓ બંધ કરવાની ગ્રામજનો ની માંગ… મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત…

Share to

નેત્રંગ તાલુકાનાં નાનાજાંબુડા ગામમાં દારૂબંધી સહિત અસમાજિક પ્રવૃતિઓ બંધ કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું ..
નેત્રંગ મામલતદાર કચેરી ખાતે તાલુકાનાં નાનાજાંબુડા ગામના સરપંચ અનિલ વસાવા સહિત ગ્રામજનો દ્વારા એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગામમાં કેટલાક અસમાજિક તત્વો દારૂ,જુગાર અને સટ્ટા બેટિંગ જેવી અસમાજિક પ્રવુતિઓ ચલાવી ગામના યુવાનોને ગેરમાર્ગે દોરી વ્યસનના રવાડે ચઢાવી રહ્યા છે.દારૂ જેવી બદી ના વ્યસન માં પડી યુવાનો મોત ને ભેટી રહ્યા છે.જેથી ગામમાં મહિલાઓ ભર જવાનીમાં વિધવા બની છે.ગામ માં આ અસમાજિક તત્વો દ્વારા ઝગડા કરી શાંતિ ને પણ જોખમ માં મૂકી રહ્યા છે.આવા વ્યસનને પગલે ગ્રામજનો મુસીબતમાં મુકાયા છે તેવામાં તંત્ર દ્વારા વહેલી તકે આ અસમાજિક પ્રવૃતિ બંધ કરાવવા સાથે પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે…. *વિજય વસાવા..નેત્રંગ.*


Share to

You may have missed