December 11, 2023

નેત્રંગના થવા ખાતે ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ

Share to
2 જી ઓકટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતી. ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સંસ્થાના તમામ વિભાગોના સંકલન સાથે ગાંધી કુટીર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી રેલી,ગાંધી જીવન પ્રદર્શન,ભજન-ગીત રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે ગાંધી વિચારક ,ગાંધી કથાકાર અને નિવૃત પ્રાધ્યાપક ડો મીનલબેન દવે ખાસ મહેમાન બન્યા હતા. આજના દિવસે સંસ્થાના વિભાગ શ્રી કૃષ્ણ આશ્રમ દ્વારા 155 વૃક્ષો વાવવામા આવ્યા. બી એડ કોલેજમાં મહાત્મા ગાંધીનું ચિત્ર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. બી આર એસ કોલેજ દ્વારા ઓર્ગેનિક ખેતી પ્રદર્શન અને એકલવ્ય સાધના બુનિયાદી વિદ્યાલય દ્વારા બે કલાક સુધી અખંડ ભજન-ગીત નું આયોજન કરવામાં આવ્યું હતું. એમ એસ ડબલ્યુ કોલેજ દ્વારા પણ વિવિધ પોસ્ટરો દ્વારા ગાંધી જીવન વૃતાંત રજૂ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઇ અભિયાન પણ કરવામાં આવ્યું હતું અને પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ સૂત્રને વહેતું કરવામાં આવ્યું હતું . 3000 જેટલા વિદ્યાર્થીઓ અને મહેમાનો , હોદ્દેદારો સાથે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed