December 20, 2024

નેત્રંગ તાલુકાના થવા ગામના શિક્ષિત દંપતીએ પૂરગ્રસ્ત અંકલેશ્વરના જુના બોરભાઠા ગામની સગી ત્રણ બહેનોના અભ્યાસનો ખર્ચ ઉપાડી માનવતા મહેકાવી છે.

Share to



તા.૦૩-૧૦-૨૦૨૩ નેત્રંગ

નર્મદા નદીમાં આવેલાં પુરને કારણે ભરૂચ જીલ્લાના અનેક વિસ્તારોમાં ખાનાખરાબી સર્જાઇ હતી.કૃષિ,પશુપાલન અને વાણીજ્યને લગતી આનુસંગિક બાબતોને નુકશાન થયું હતું.અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરો ડુબવાથી ઘરવખરી સહિત સાધન – સામગ્રી તણાઈ ગઈ હતી.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલત કફોડી બની હતી.પુસ્તકો સહિત શૈક્ષણિક ચીજવસ્તુ પલળી જવાનાં બનાવ સામે આવ્યો હતો.   

અંકલેશ્વર તાલુકાની જુના બોરભાઠા ગામની લક્ષ્મીબેન વસાવાએ ધોરણ ૯ માં અધવચ્ચે જ આગળનો અભ્યાસ કરવાની ના પાડી દીધી હતી.આ ઘટના બાદ જીલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જીલ્લા શિક્ષણ વિભાગના અધિકારી કિશન વસાવાના પ્રયાસથી વિશ્વ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ અને નેત્રંગ તાલુકાના થવા ગામના શિક્ષક દંપતી રંજનબેન નાનાલાલ વસાવાએ જુના બોરભાઠા રેવાદાસભાઈના કુટુંબની દિકરી લક્ષ્મી સહિત બંને બહેનોની જવાબદારી પણ સ્વીકારી છે.(૧) રસિકા રેવાદાસ (૨) લક્ષ્મી રેવાદાસ  (૩) આનંદ રેવાદાસ વસાવા  આ ત્રણેય બહેનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાં સુધીના તમામ અભ્યાસના ખર્ચની જવાબદારી શિક્ષક દંપતી રંજનબેન નાનાલાલના કુટુંબે ઉપાડી છે.સગડા અભ્યાસ ખર્ચની જવાબદારી શિક્ષક દંપતીએ ઉપાડતા લક્ષ્મીએ અભ્યાસ ન છોડી પોતાનું સ્વપ્ન પૂરું કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

*આઇસ સ્ટોક સ્પોર્ટ્સ પ્લેયર દ્રષ્ટી વસાવાએ નોટબુકોનું વિતરણ કર્યુ*

   ભરૂચ-નર્મદા નદીમાં આવેલાં પુરને કારણે ભરૂચ જીલ્લાના અનેક વિસ્તારોમાં ખાનાખરાબી સર્જાઇ હતી. જેને પગલે કૃષિ,પશુપાલન તેમજ વાણીજ્યને લગતી આનુસંગિક બાબતોમાં નુકશાની પહોંચી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરો ડુબવાથી ઘરવખરી સહિત સાધન સામગ્રી તણાઈ ગઈ હતી.તેવા સમયે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલત કફોડી બની હતી.પુસ્તકો સહિત શૈક્ષણિક ચીજવસ્તુ પલળી ગયા હતા.જેમાં વિશ્વ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ અને સજીવન લાઇફ પ્રાઇવેટ લિમિટેડનાં સહયોગથી ભરૂચ જિલ્લાની અસરગ્રસ્ત ૨૩ જેટલી શાળાઓમાં વિષય દીઠ ૧૫,૦૦૦ નોટબુકોનું વિતરણ શિક્ષક દંપતી રંજનબેન નાનાલાલ વસાવા અને આઇસ સ્ટોક સ્પોર્ટ્સ ઈન્ટરનેશનલ પ્લેયર દ્રષ્ટિ વસાવા તેમની દીકરીએ શાળાઓમાં વિતરણ કર્યું હતું.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed