December 23, 2024

ડીવાયએસપી સહિત પોલીસતંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Share to

* નેત્રંગમાં શોયઁ યાત્રાનું ઠેર-ઠેર શાનદાર સ્વાગત



* જયશ્રી રામના નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું

તા.૦૨-૧૦-૨૦૨૩ નેત્રંગ.

વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે દેશભરમાં શોયઁ યાત્રાનું આયોજન કરાયું હતું.શોયઁ યાત્રા જુની નેત્રંગ વિસ્તારથી જીનબજાર,ગાંધીબજાર,જવાહર બજાર,નેત્રંગ ચારરસ્તા થઇ સ્વામીનારાયણ મંદિર વિસ્તારમાં ફરી હતી.ભગવાન રામ પ્રતિમાનું હિંદુ સમાજના આગેવાનો આરતી ઉતારી ઠેર-ઠેર સ્વાગત કરીને યુવાનો બાઇક રેલીના મારફતે જયશ્રી રામ નારાથી આકષઁણ કેન્દ્ર બન્યું હતું.

ઉલ્લેખનીય છે કે,નમઁદા જીલ્લાના સેલંબા ખાતે શોયઁ યાત્રા ઉપર પથ્થરમારો થતાં કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા.તેવા સંજોગોનાં ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં શોયઁ યાત્રા શાંતિપુણઁ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ચિરાગ દેસાઈ અને નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ સહિત પોલીસતંત્ર સુરક્ષા-વ્યવસ્થામાં ખડેપગે તૈયાર રહી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed