November 29, 2023

ગાંધી જયંતી નિમિત્તે નેત્રંગ ખાતે શેક્ષણીક મહાસંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો

Share to



આજ રોજ તા-૦૨/૧૦/૨૦૨૩ સોમવારના રોજ જીન મેદાન પાસે ગાંધીજીની પ્રતિમાં પાસે 2”જીઓકટોબર ગાંધી જયંતિ
કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભરુચ જિલ્લા અધ્યક્ષશ્રી પુષ્પરાજ સિંહ ગોહિલ ,જિલ્લા પ્રભારી દિગવિજયસિંહ રાણા,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ તાલુકાનાં અધ્યક્ષશ્રી રાજન ગાંવિત ,મહામંત્રી મહેન્દ્રભાઇ વસાવા,જિલ્લા સંગઠન મંત્રી પિયુષભાઇ સૌ હાજર રહી ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પેરાવી એક ચપટી માટી હાથમાં લય “અમને અમારુ OPS પરત આપો” આમ શિક્ષકશ્રીઓએ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી.
ત્યારબાદ “મેરી મિટ્ટી મેરા OPS”ના નારા બોલવામાં આવ્યા.જ્યાં સુધી ૧/૪/૨૦૦૫ પછીની ભરતીના શિક્ષકોને જુની પેન્સન યોજનામાં સમાવવામાં ન આવે ત્યાં સુધી અમારી લડત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્યના આદેશ મુજબ OPS લડત ચાલુ રેહસે.આમ આ કાયક્રમને સફળ બનાવવા નેત્રંગનાં તમામ શિક્ષક ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to