December 21, 2024

અમરેલીના ધારી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન પદે હર્ષદભાઈ રાવલ બિન હરીફ ચુટાતા ધારાસભ્ય જેવી કાકડિયાએ ખુબ ખુબ શુભેચ્છા પાઠવી

Share to



અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સામાન્ય પરિવારમાંથી આવતા હર્ષદભાઈ રાવલનો જન્મ ચલાલાં ગામની બાજુમાં આવેલું મોટીગરમલી ગામમાં 19 63 માં જન્મ થયો હતો અને 1970 થી સતત ભાજપ કાર્યકર તરીકે કાર્યરત છે જેઓએ મોટા ગજાનાં નેતા દિલીપભાઈ સંઘાણી તેમજ ધારાસભ્ય જેવી કાકડિયા સાથે સતત ભાજપ પાર્ટી સાથે કામ કર્યું જેમાં દિલીપભાઈ સંઘાણી સતત ત્રણવાર સાંસદની ચૂંટણી જીત્યા અને બે વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમજ જે,વી, કાકડિયા ત્રણવાર ધારાસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે તેમની સાથે હર્ષદભાઈ રાવલે સતત કામ કર્યું છે અને ધારાસભ્ય જે,વી, કાકડીયાના મંત્રી પણ રહી ચૂક્યા છે જ્યારે બાળપણમાં ધોરણ સાતમાં ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ અને હર્ષદભાઈ રાવલે સાથે અભ્યાસ પણ કરેલો સતત 50 વર્ષથી ભાજપ પાર્ટી સાથે જોડાયેલા છે સાથે સાથે અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી હોય જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય આ બધે ચૂંટણીમાં સતત તેમણે વફાદારી થી મહેનત કરીને કામ કર્યું છે અને આજે પણ ભાજપ પાર્ટી સાથે સમર્પિત છે હર્ષદભાઈ રાવલ સતત 15 વર્ષ સુધી સરપંચ પણ રહી ચૂક્યા છે અને આજે માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે લોકોએ હર્ષદભાઈ ના સારા કામો ને લઈને હજારો લોકો ઠેર ઠેર થી શુભેચ્છાનો ધોધ વહાવી રહ્યા છે ખાસ કરીને બચપન ના સાથી ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ દ્વારા રૂબરૂ મુલાકાત કરીને હર્ષદભાઈ રાવલને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed