ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત ગામોમાં પાણીથી પલળી ગયેલા રેશનકાર્ડ-આધારકાર્ડ વિનામૂલ્યે કાઢી આપવામાં આવશે

Share to


ભરૂચ: શુક્રવાર: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પૂરના પાણીના કારણે નદી કાંઠા વિસ્તારના ગામો અસરગ્રસ્ત થયા હતા. નદી કાંઠાના ગામોના જે ઘરોમાં પાણી ભરાવાના કારણે આધાર કાર્ડ, રેશન કાર્ડ ગુમ કે પાણીમાં પલળી ક્ષતિગ્રસ્ત થયા છે.

પૂર અસરગ્રસ્ત ગામોના રહીશોની જીવનોપયોગી અને દૈનિક વપરાશમાં લેવાતી આવશ્યક ચીજવસ્તુઓના માટે રેશનકાર્ડ ગુમ અને ક્ષતિગ્રસ્ત થવાથી તેઓને મળવાપાત્ર રેશનીંગના જથ્થાથી વંચિત ન રહે તે માટે અસરગ્રસ્ત પરીવારોને તાત્કાલીક ધોરણે ડુપ્લીકેટ રેશનકાર્ડ તથા આધારકાર્ડ આપવા જિલ્લા ક્લેકટરશ્રી તુષાર સુમેરાએ માનવીય અભિગમ અપનાવ્યો છે.

કલેકટરશ્રીએ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અસરગ્રસ્ત તાલુકાઓના મામલતદારોને પૂર અસરગ્રસ્ત ગામોના પરિવારોને જે તે સ્થળ પર જ વિનામૂલ્યે અને ત્વરીત રેશનકાર્ડ તથા આધારકાર્ડ મળી રહે તે માટે સત્વરે વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું છે


Share to