નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલ નું ICU વોર્ડ જનરલ વોર્ડ એક સમાન!!

Share toઈકરામ મલેક રાજપીપલા:-

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ની સિવિલ હોસ્પિટલ માં અનેક તકલીફો સામે આવે છે છતાં તેમાં કોઈજ વધારો થતો નથી રાજકીય નેતાઓ પણ માત્ર આશ્વાશન જ આપતા જોવા મળે છે તેવા માં હોસ્પિટલ નો મહત્વનો વિભાગ એટલે આઇ.સી.યુ.વોર્ડ કે જ્યાં ગંભીર દર્દીઓ ને રાખવામાં આવે અને તેમાં 24×7 કલાકની સેવા મળે છે પરંતુ આ હોસ્પિટલ નો આઈ.સી.યુ.વોર્ડ જાણે નર્સિંગ સ્ટાફ નાં ભરોસે જ ચાલતો જણાઈ છે કેમ કે અહીંયા એકવાર ડોકટર રાઉન્ડ મારી જાય છે ત્યારબાદ કોઈ ફરકતું નથી,નર્સિંગ સ્ટાફ પણ અપૂરતો છે જાણવા મળ્યા મુજબ એક મહિનામાં અંદાજે 80 જેવા દર્દીઓ આઇસીયું વોર્ડ માં દાખલ થાય છે પરંતુ સવારે એકવાર ડોકટર રાઉન્ડ મારી ને ગયા બાદ આખો દિવસ નર્સિંગ સ્ટાફ જ ત્યાં જોવા મળે છે તો આઇસીયુ નો મતલબ શું..? આઇસીયુ વોર્ડ માં નજર કરતા જોવા મળ્યું કે દાખલ દર્દી નાં સગા સંબંધીઓ દર્દી સાથે બેડ પર બેઠેલા કે ત્યાં વોર્ડ માં ફરતાં હોય છે માટે આ આઇસીયુ વોર્ડ છે કે જનરલ વોર્ડ તેવા સવાલ પણ ઉઠ્યા છે.

જોકે આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ આ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ હોવાથી અહીંયા હાલમાં ચાર થી પાંચ ફિઝિશિયન ડોકટરો અને પાચ થી છ જેવા જુનિયર ડોકટરો છે પરંતુ આટલા ડોકટરો હોવા છતાં આઇસીયુ વોર્ડ માં એકજ રાઉન્ડ વાગે છે એ આશ્ચર્ય ની અને ગંભીર વાત છે.અને જાણવા મળ્યા મુજબ આખી હોસ્પિટલ જુનિયર ડોકટર નાં ભરોસે ચાલે છે તજજ્ઞો ઓપીડી સમય બાદ જોવા નથી મળતા તો આ મુદ્દે હોસ્પિટલ નાં વડા કોઈ પગલા લે અને આઇસીયુ વોર્ડ નો સાચો મતલબ સાર્થક કરે તેવી માંગ છે.

જોકે આ બાબતે અમે હોસ્પિટલ નાં આર.એમ.ઓ ડૉ. શર્મા મેડમ સાથે ટેલીફોનીક વાત કરી તો તેમણે કહ્યું કે ફિઝિશિયન ડોકટર ફૂલ ટાઈમ નથી અમે માંગણી કરી છે.પરંતુ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ હોવાથી અહીંયા ફૂલ ટાઈમ ફિઝિશિયન નાં મળે તેમ પણ જાણવા મળ્યું છે.ખેર જે સ્થિતિ હશે એ પરંતુ સિવિલ સત્તાધીશો આઇસીયુ વોર્ડ નો સાચો મતલબ સાર્થક કરે તો દર્દીઓ નાં હિત માં કહેવાશે.


Share to