પૂરઅસરગ્રસ્ત ગામડાંઓમાં ચાલતી સખાવતીની સરવાણીઝગડીયા તાલુકાના પૂરઅસરગ્રસ્ત ગામડાંઓની વ્હારે આવી ભરૂચ જિલ્લાની ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા

Share to*પૂરપ્રભાવિત વિસ્તારના લોકો માટે બનતી મદદનો અનુરોધ કરતી ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા*

ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ઉભી થતા કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. પાણી ઓસર્યા બાદની વિકટ પરિસ્થિતિ સામે ત્યાં વસવાટ કરતા લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આ આપદા વેળાંએ પૂર અસરગ્રસ્ત પરિવારોની વ્હારે ઘણી સંસ્થાઓ અને દાતાઓ આવી વિવિધ જરૂરીયાતમંદ લોકો સુધી જરૂરીયાત મુજબની વ્યવસ્થાઓ કરી માનવતા મહેકાવી છે.
ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના અગ્રણીશ્રી ચંદ્રકાંતભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ એક નેજા હેઠળ આવેલું મહિલા ગ્રામીણ મંચ બલેશ્વર પૂરઅસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યું હતું. આ મહિલા ગ્રામીણ મંચની મહીલાઓએ પોતાની બચતમાંથી રૂપિયા ૧૧૦૦૦/- જેટલું અનુદાન આપ્યું હતું. આ અનુદાનમાં ભરૂચ જિલ્લાની મહિલા ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા મેદાને આવી પોતાની બચતની પાંચ લાખ રૂપિયા જેટલી માતબર પૂંજીનું અનુદાન કરી સખાવતીની સરવાણીમાં પોતીકું યોગદાન આપ્યું હતું. મહિલા ગ્રામીણ મંચ બલેશ્વરમાં ભેગા થયેલા અનુદાનથી અનાજની કીટો તૈયાર કરી ઝઘડિયા તાલુકાના ઇન્દોર તેમજ બીજાં ગામડાંઓ ખાતે વિતરણ કરાયું હતું .
આ પૂર અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો લોકો માટે અનાજની કીટની પૂરી પાડી પૂરપ્રભાવિત વિસ્તારોની વ્હારે આવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને વધુમાં પૂરપ્રભાવિત વિસ્તારના લોકો માટે બનતી મદદનો અનુરોધ ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવાએ કર્યો હતો. મંચના સભ્ય બહેનોએ જહેમત ઉઠાવીને ઘરદીઠ અનાની કીટ આપી સરાહનીય કામગીરી કરી હતી.


*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed