વાલીયા તાલુકાના ગુંદીયા ગામે ઝેડ.સી.એલ કંપનીના સી.એસ.આર ફંડમાંથી નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો.

Share to




વાલિયા તાલુકાના ગુંદીયા ગામે સામાજીક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ.સી.એલ કંપની લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા મફત નેત્રયજ્ઞ કેમ્પ યોજાયવામાં આવ્યો હતો.

ગુંદીયા ગામે આયોજીત આ કેમ્પમાં કંપનીના એચ.આર.હેડ પી.એચ.એન.મૂર્તિ કંપનીના જનરલ મેનેજર ડી.કે.રોહિત, એસ.આર. મેનેજર જગદીશ ચૌહાણ તેમજ નવનિયુક્ત વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા, સરપંચ રલજીતભાઈ વસાવા, શાળાના આચાર્ય ગજેન્દ્રસિંહ ભમાડીયા, જે.પી.બામણીયા ઉપસ્થિત રહી સમૂહમાં ઉદ્ઘાટન કરી કેમ્પની શરુઆત કરી હતી.

જેના કુલ ૨૯૭ જેટલા દર્દીની તપાસ કરવામાં આવી હતી. મોતિયાના ઓપરેશન વાળા ૪૬ દર્દી, આંખના અન્ય ઓપરેશન વાળા ૩ દર્દીઓ, ઓપરેશન માટે સેવા રૂરલમાં ૧૨ દર્દીઓને લઇ જવાયા, ઘનિઠ તપાસ મટે રિફર કરેલ દર્દીઓ ૨૯, ડી.એમ. માટે લાવેલ ૧ દર્દી, એચ.ટી.એન માટે ૭ દર્દીઓને રીફર કરવામાં આવ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to