September 7, 2024

જૂનાગઢના ભેસાણની સરકારી હોસ્પિટલમાં માત્ર એક જ ડોક્ટર ફરજ પર ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં દર્દીઓ ત્રાહિમામ

Share to




જૂનાગઢની ભેસાણ ની સરકારી હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી માત્ર એક જ ડોક્ટર ફરજ બજાવી રહ્યા છે તાલુકો 42 ગામ ધરાવે છે અને રોજની ઓપેડી 300 થી 400 હોય છે એમાં પણ સિરિયસ દર્દી આવે તો એકજ ડોકટરથી સારવાર કેવી રીતે આપી શકાય અન્ય 400 દર્દીઓની સારવાર કઈ રીતે થઈ શકે સરકારી હોસ્પિટલમાં મોટાભાગના દર્દીઓ ગરીબ આવતા હોય છે અને સવારથી જ લાંબી લાઈનો લાગે છે જેમાં એક જ ડોક્ટર હોવાથી પૂરતી સારવાર ન મળવાથી ધણા બધ્ધા દર્દીઓ તો ફરજિયાત પૈસા ખર્ચીને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે અને બીજી તરફ ભેસાણ સરકારી હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના કાર દરમિયાન પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ની ગ્રાન્ટ માંથી 50 લાખના ખર્ચે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેને લઇને ગરીબ દર્દીઓ ઓક્સિજનની સારવાર લઈ શકે આ પ્લાન્ટમાં એકી સાથે 20 દર્દીઓ ઓક્સિજન લઈ શકે તેવો બહુ મોટો પ્લાન છે પરંતુ છેલ્લા ચાર મહિનાથી ઓક્સિજન પ્લાન્ટ સંપૂર્ણ બંધ હાલતમાં છે હવે સવાલ એ ઉભો થાય છે કે સિરિયસ દર્દી આવે અને ઓક્સિજન દર્દીને આપવાનો થાય તો ક્યાં જવું દર્દી મૃત્યુ પામે તો જવાબદાર કોણ ઘણા બધા સિરિયસ દર્દીઓ તો 35 કિલોમીટર શહેરમાં પહોંચે ત્યાં સુધીમાં તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે હોસ્પિટલના સ્ટાફ ને પૂછવામાં આવે છે તો ઉડાવ જવાબ આપે છે કે આમાં પાંચ લાખનો ખર્ચો છે અને અમે ઉપર પણ જાણ કરેલી છે હવે આખી હોસ્પિટલ રામ ભરોસે હવે હોસ્પિટલમાં નથી ડોક્ટર નથી ઓક્સિજન પ્લાન્ટ ચાલુ તો દર્દીઓને સારવાર લેવા જવું ક્યાં ઓક્સિજન વગર તો મૃત્યુ દર વધી શકે એમ છે તંત્રને પૂછવામાં આવે છે પરંતુ તંત્ર એ હાથ અધર કરી દીધા છે કોઈ દર્દીઓ મૃત્યુ પામે તો તંત્રના કોઈ સ્વજનનો થોડા છે તાલુકાના 42 ગામડાઓના દર્દીઓ ત્રાહિમામ પોકારી ગયા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દ્રૂર્દર્શી ન્યુઝ


Share to

You may have missed