નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આર,આર,ગોહિલ ને મળેલ બાતમી મુજબ નેત્રંગ ડેડીયાપાડા રોડ આવેલ ચંદવાણ ગામના તાડકંપની ફળીયા વિસ્તારમા ટેકરાના પાછળ ના ભાગે આવેલ પીપળીના ઝાડ નીચે કેટલાક ઇસમો જાહેરમાં કુંડાળુવળી પતાપાના વડે હારજીતનો જુગાર રમતા હોય. જે બાતમી આધારે રેડ કરતા સ્થળ પરથી ત્રણ જુગારીયાઓ ઝડપાઇ ગએલ જેમા (૧ ) પિયુષ દલસુખ વસાવા (૨) આરીફ અનવર પઠાણ. (૩) મહેબુબ ઈસ્માઇલ દિવાન. તમામ રહે લાલમંટોડી નેત્રંગ જી.ભરૂચ. તેઓની અંગ ઝડતી માંથી રૂપિયા ૪૮૨૦/= દાવ ઉપર ના રૂપિયા ૬૮૬૦/= મળી કુલ્લે રૂપિયા ૧૧૬૮૦/= મુદામાલ જપ્ત કરેલ છે. જ્યારે ફરાર થયેલમા (૧).રવિન્દ્ર ઉફે ગોલ્ટો વસાવા (મુખ્ય આરોપી ) (૨) મુકેશ વસાવા.(૩) રાજેશ વસાવા. તમામ રહે ચંદવાણ તાડકંપની ફળીયુ તા.નેત્રંગ જી.ભરૂચ. તમામ ની સામે કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી ફરાર આરોપીઓને ઝડપી લેવાની કાયઁવાહી હાથ ધરી છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના