September 7, 2024

શ્રીકૃષ્ણ ધમોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌ સેવા સમિતિ પાલીતાણા આયોજિત શ્રી કૃષ્ણ રથયાત્રા પૂર્વ યોજાતા ભવ્ય કાર્યક્રમની તૈયારીને અપાતો આખરી ઓપ

Share to



તારીખ,૨.૯.૨૦૨૩ ના પૂજ્ય સાધુ સંતો અને સામાજિક આગેવાનો ની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણ તીર્થ વાટિકા નો સાંજે ૫ કલાકે શુભારંભ કરાશે

પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં પરંપરાગત યોજાતી શ્રીકૃષ્ણ જન્મોત્સવ ની નિકળનારી 25 મી રથયાત્રા પૂર્વે પાલીતાણા હાઇસ્કુલ ના મેદાનમાં શ્રીકૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ પાલીતાણા તેમજ ગૌ સેવા સમિતિ પાલીતાણા દ્વારા પાંચ દિવસના ભવ્ય રંગારંગ કાર્યક્રમ ના આયોજનને તૈયારી ને આખરી અપાયો છે ત્યારે આગામી તારીખ ૨.૯.૨૦૨૩ થી તારીખ ૬.૯.૨૦૨૩ સુધીના પાલિતાણા હાઈસ્કૂલ ના ગ્રાવુન્ડ મા યોજાનારા ભવ્ય સાંસ્કૃતિક તેમજ ધાર્મિક પ્રદર્શન ને પૂજનીય સાધુ-સંતો અને આગેવાનો દ્વારા તા.૨.૯.૨૦૨૩ ના સાંજે ૫ કલાકે ખુલ્લો મુકવામાં આવશે આ માટે સમિતિ ધ્વરા સમસ્ત સમાજ અને જુદી જુદી સંસ્થા ના આગેવાનો ને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ સમગ્ર કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા જાહેર જનતા ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.


Share to

You may have missed