September 4, 2024

નેત્રંગ તા.પંચાયતમાં પ્રમખપદ માટે આદિજાતિ મહિલાની જાહેરાત

Share to



* ભાજપ ૯,બીટીપી ૪ અને કોંગ્રેસ પાસે ૩ તા.પંચાપતના સભ્યો

* અઢી વષઁની ટમઁ પુણઁ થતાં નવા પ્રમુખ-ઉપપ્રમુખમી વરણી કરાશે

તા.૨૮-૦૮-૨૦૨૩ નેત્રંગ.

નેત્રંગ તા.પંચાયતની ચુંટણી સન ૨૦૨૧ માં યોજાઈ હતી.જેમાં ભાજપ ૮,બીટીપી ૫ અને કોંગ્રેસ ૩ તા.પંચાપતની બેઠક ઉપર વિજયી બન્યા હતા.પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પ્રક્રિયામાં કોંગ્રેસ-બીટીપીના ૩ સભ્યો ગેરહાજર રહેતા બહુમતિના જોરે નેત્રંગ તા.પંચાયતના પ્રમુખપદે લીલાબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે વંદનભાઇ વસાવાએ સત્તાનું સુકાન સંભાળ્યું હતું.નેત્રંગ તા.પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વષઁની ટમઁ પુર્ણ થતાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે.નેત્રંગ તા.પંચાયતમાં પ્રમખપદ માટે આદિજાતિ મહિલાની જાહેરાત કરાતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

નેત્રંગ તા.પંચાયત કાકડકુઇ-૫ બેઠક ઉપરથી બીટીપીમાંથી ચુંટાઇ આવેલા વસુદાબેન વસાવાએ વિધિવત રીતે ભાજપમાં જોડાય ગયા હતા.તેવા સંજોગોમાં હાલ ભાજપ ૯,બીટીપી ૪ અને કોંગ્રેસ પાસે ૩ તા.પંચાપતના સભ્યો છે.એટલે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતિ છે.પરંતુ નેત્રંગ તા.પંચાયતમા પ્રમખ-ઉપપ્રમુખ માટે ભાજપમાં મનોમંથન શરૂ થઇ ચુક્યું છે.ભાજપના સભ્યો વચ્ચે અંદરોઅંદર ભારે ચહલપહલ શરૂ થઇ ગઇ છે.જ્યારે કોંગ્રેસ-બીટીપી પણ નેત્રંગ તા.પંચાયતમા સત્તા હાંસલ કરવા સક્રિય હોવાનું જાણવા મળ્યું છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed