વિશ્વ આદિવાસી દિવસ : રાજપીપલા
**
-પાંચ વર્ષ આદિવાસીઓના સર્વાંગી વિકાસના :વિશ્વ આદિવાસી દિને નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતેથી આદિવાસી વિસ્તારોમાં રૂ.૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસકામોની ભેટ ધરતા મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
*
-સમાજના દરેક વર્ગ,દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવા માટે સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે-મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
: મુખ્યમંત્રીશ્રી :
-અમારી સરકારે આદિવાસી બાંધવોને ખોટા વાયદા વચનો નહી, પરંતુ વનબંધુ
કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજના આપી છે
– આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે
-છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રૂ.૬૦ હજાર કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે
-વનબંધુ કલ્યાણ યોજના ફેઝ -૨ માં આગામી પાંચ વર્ષમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રૂ.એક લાખ કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવશે
-વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસીઓને જંગલની જમીન આપવાના ૧૪ હજાર દાવાઓ મંજૂર કરી ૪૬ હજાર હેક્ટર જમીનના હક્કો આદિવાસીઓને આપ્યા છે
****
મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજપીપળા નજીક જીતનગર ખાતે અંદાજે રૂ.૩૪૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું કર્યું ખાતમુહૂર્ત
**
મુખ્ય મંત્રીશ્રીએ આદિવાસી વિસ્તારોમાં રૂ. ૪૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૯૯ વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.૧૨૨૨ કરોડના ૯૦ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા
*
વ્યક્તિગત યોજનાઓ હેઠળ ૨૩ હજારથી વધુ લાભાર્થીઓને રૂ. ૮૫ કરોડ થતા આદિજાતિના અંદાજિત પાંચ લાખ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રૂ. ૮૦ કરોડના લાભોનું વિતરણ
**
રાજપીપલા, સોમવાર:- મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ અંબાજીથી ઉંમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને સમર્પિત કરવામાં આવ્યો છે.
મુખ્યંત્રીશ્રીએ આજે નર્મદા જિલ્લાના રાજપીપલાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે રાજ્યના ૫૩ આદિજાતિ તાલુકાઓમાં રૂ.૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસકામોનો પ્રારંભ,લોકાર્પણ અને ખાત મુહર્ત કરાવ્યા હતા.
મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે સમાજના દરેક વર્ગ,દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવા માટે સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે.
તેમણે ઉમેર્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસનો પાયો મજબૂત કરી દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરાવી છે. તેમણે કહ્યું કે અમારી સરકારે આદિવાસી બાંધવોને ખોટા વાયદા વચનો નહી, પરંતુ વનબંધુ કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજનાના નક્કર અમલીકરણ દ્વારા આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે.
શ્રી વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે, વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ.૯૦ હજાર કરોડના વિકાસકામો શરૂ કરાવ્યા હતા.
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રૂ.૬૦ હજાર કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, વનબંધુ કલ્યાણ યોજના ફેઝ -૨ માં આગામી પાંચ વર્ષમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રૂ.એક લાખ કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.
મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજપીપલા નજીક જીતનગર ખાતે અંદાજે રૂ.૩૪૧ કરોડના ખર્ચે ૩૯ એકર વિસ્તારમાં નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરવા સાથે રૂ. ૪૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૯૯ વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.૧૨૨૨ કરોડના ૯૦ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા. મુખ્ય મંત્રીશ્રીએ હળપતિ તથા વ્યક્તિગત આવાસ યોજના, ધિરાણ યોજના , માનવ ગરિમા યોજના, વન ધન વિકાસ યોજના , કૃષિ કિટ વિતરણ યોજના,વન અધિકાર અધિનિયમ તથા સિકલસેલ અને ટી.બી.ના દર્દીઓને તબીબી સહાય યોજના મળીને કુલ ૨૩,૦૦૦ થી પણ વધુ લાભાર્થીઓને રૂ. ૮૫ કરોડ થતા આદિજાતિના અંદાજિત પાંચ લાખ વિદ્યાર્થીઓને પ્રિ – મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રૂ .૮૦ કરોડના લાભોનું વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની પારદર્શક, નિર્ણાયક, સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકારના પાંચ વર્ષની પૂર્ણતા પ્રસંગે નવમી ઓગસ્ટ – વિશ્વ આદિવાસી દિવસે મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિઓના વિકાસલક્ષી વિવિધ યોજનાઓનો બહુધા આદિવાસી ક્ષેત્ર એવા રાજપીપલાથી પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસીઓને જંગલની જમીન આપવાના ૧૪ હજાર દાવાઓ મંજૂર કરી ૪૬ હજાર હેક્ટર જમીનના હક્કો આદિવાસીઓને આપ્યા છે. આદિવાસી યુવાનો ડોક્ટર બને તે માટે રાજયના આદિવાસી વિસ્તારોમાં પાંચ મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. રાજય સરકારે આદિવાસી વિસ્તારોમાં કરેલ આદિવાસી કલ્યાણના વિવિધ વિકાસ કામોની મુખ્ય મંત્રીશ્રીએ વિસ્તૃત રૂપરેખા આપી હતી.
વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી બાંધવોને શુભ કામનાઓ પાઠવતાં મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે વન અને ગીરિકંદરાઓમાં વસતા આદિવાસીઓનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અનોખું યોગદાન રહ્યું છે.સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિજાતિના અનેક સપૂતોની ત્યાગ, સમર્પણ અને બલિદાનની યશ ગાથાઓ આજે આપણને પ્રેરણા આપે છે.
ગુજરાતના આદિવાસીઓએ દેશની આઝાદી માટે ક્યારેય પાછી પાની કરી નથી એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રી ઉમેર્યું કે સોમનાથ મંદિરની રક્ષા હોય કે પછી ૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય.ગુજરાતના જંબુઘોડાના વીર નાયકાઓએ અંગ્રેજો સામે ૪૦ વર્ષ સુધી લડી અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા. માનગઢમાં ગોવિંદ ગુરુની આગેવાની હેઠળ અંગ્રેજો સામે લડતા જલિયાવાલા બાગ કરતાં પણ વધુ ૧૫૦૦ જેટલા આદિવાસીઓએ માતૃભૂમિ અને દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી તેનું મુખ્ય મંત્રીશ્રીએ સ્મરણ કર્યું હતું.
આદિવાસીઓના જન નાયક બિરસા મુંડાએ આદિવાસીઓને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડીને દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો.તેમના નામ સાથે ગુજરાતમાં ટ્રાઈબલ યુનિવર્સિટી શરૂ થઈ છે જે આદિવાસી યુવાનોની કારકિર્દી ઘડવામાં આશીર્વાદરૂપ નીવડશે એવો વિશ્વાસ મુખ્ય મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકામાં વસવાટ કરતા ૯૦ લાખ આદિવાસીઓને વિશ્વ આદિવાસી દિવસની શુભ કામનો પાઠવતાં જણાવ્યું કે આદિવાસી સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક અને યાદગાર બની રહેવાનો છે.આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજપીપળામાં ૩૯ એકર વિસ્તારમાં આદિવાસીઓના જનનાયક બિરસા મુંડાના નામે ટ્રાઈબલ યુનિવર્સિટીનું ભૂમિપૂજન થયું છે.જેને પરિણામે આદિવાસી યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની તકો પ્રાપ્ત થશે.
શ્રી વસાવાએ જણાવ્યું કે, વનબંધુ કલ્યાણ યોજના હેઠળ રાજયમાં આદિવાસીઓના સામાજિક,આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે એક લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.વનબંધુ કલ્યાણ યોજનાના બીજા તબક્કામાં રૂ. એક લાખ કરોડની બજેટમાંજોગવાઈ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.આદિવાસી વિસ્તારોમાં સિંચાઇ ક્ષેત્રે હાથ ધરાયેલા કામોની તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.
ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા આજે હરખનો દિવસ છે એવી લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે આદિવાસીઓને ઉત્તમ અને ગુણવકતા યુક્ત શિક્ષણ મળે તે માટે રાજપીપળામાં ૩૦૦૦ હજાર જેટલા આદિવાસી યુવાનો માટે બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે.પ્રવર્તમાન સરકારે આદિવાસીઓને મુખ્ય ધારામાં જોડવાનું કાર્ય કર્યું છે.વિશ્વ આદિવાસી દિને કેન્દ્ર રાજ્ય સરકારની આદિવાસી વિભાગની યોજનાઓ આદિવાસીઓ સુધી પહોંચે તે માટે સૌને સંકલ્પ બધ્ધ થવા જણાવ્યું હતું.
છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ જણાવ્યું કે, આજનો દિવસ આદિવાસીઓનું રક્ષણ અને અધિકારો સુનિશ્ચિત કરવાનો દિવસ છે.વિશ્વના ૧૯૫ દેશોમાંથી ૯૦ દેશોમાં પાંચ હજાર આદિવાસી સમુદાયની વસ્તી છે. અને એક હજાર ભાષાઓ બોલાય છે.દેશમાં કુલ વસ્તીના ૮.૬ ટકા એટલે કે ૧૦ કરોડ આદિવાસીઓ વસવાટ કરે છે.
પ્રારંભમાં આદિજાતિ વિકાસ વિભાગના કમિશનર શ્રી દિલીપ રાણાએ સૌનો આવકાર કર્યો હતો. અંતમાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથન, પૂર્વ મંત્રી શ્રી શબ્દશરણ તડવી, પૂર્વ સંસદીય સચિવ શ્રી હર્ષદભાઈ વસાવા, ઘનશ્યામભાઈ પટેલ, પદાધિકારીઓ, આદિજાતિ વિભાગના સચિવ ડો.એસ. મુરલીક્રિષ્ના, જળ સંપતિ વિભાગના સચિવશ્રી જાદવ, બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના કુલપતિ ડો. મધુકર પાડવી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણા, DSP શ્રી હિમકરસિંહ, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો