હાઈલાઈટ
સાગબારા પોલીસ ના કડક ચેકીંગ મા ધનશેરા ચેકપોસ્ટ ઉપર શંકાસ્પદ ઈકો ગાડી ને અટકાવી ઝડતી લેતા ભાંડો ફૂટ્યો
ઈકરામ મલેક:રાજપીપળા
ગુજરાત માં દારૂ બંધી છે તો એની સામે દારૂ ના શોખીનો ની માંગ પણ એટલી જ તીવ્ર છે. દારૂ ના વ્યસનીઓ ની તલપ એટલી હોય છે કે તેઓ બમણા ભાવ આપી ને પણ દારૂ મેળવી લેવા માંગતા હોય છે. અને આ કારણેજ મબલખ કમાણી કરી લેવા ના ઉજળા સંજોગો લબર મુછીયા યુવાનો ને આ દાણચોરી ના ગેરકાયદેસર ધંધા મા ખેંચી લાવે છે.
તારીખ 9 ઓગસ્ટ ની રાત્રી એ સાગબારા ની ધનશેરા પોલીસ ચેકપોસ્ટ ઉપર કડક ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ ઈકો વાહન GJ 06 JE 4092 ને અટકાવવા મા આવી પોલીસના માણસો દ્વારા eeco ગાડીની ઝડતી લેતા ગાડીની અંદર દસ જેટલી પેઢીઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ટીન ની સંખ્યા ૨૩૯ મળી આવી હતી વાહન ચાલક અને અંદર બેઠેલા વ્યક્તિઓને આ બાબતે પૂછતાં તેઓ ની પાસે કોઈ પણ જાતની પાસ પરમીટ મળી આવેલ હતી આથી પોલીસે આરોપી (1)દિનેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર (2) સુવા લાલ રૂડા રામ ચૌધરી (3) શિવકુમાર મોહનલાલ ચૌધરી ત્રણેયને પ્રોહીબીશન એક્ટ હેઠળ વધુ પુછપરછ અર્થે સાગબારા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા અને તેઓ સામે પ્રોહીબીશન એક્ટ ની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગુજરાત મા દારૂબંદી છે અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર મા દારૂ પીવા અને વેચવા ની છુટ હોવા થી બુટલેગરો અને નવા નિશાળીયા યુવાનો ગુજરાત મા યેનકેન પ્રકારે દાણચોરી નો દારૂ ઘુસાડવા માટે તત્પર હોય છે ત્યારે બોર્ડર ઉપર આવેલા તાલુકા પોલીસ ની કામગીરી કઈંક વધી જાય છે. ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદ ઉપર આવેલા નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકા મા પણ કંઈક આવુજ છે, બુટલેગરો છાસવારે ખાનગી વાહનો મા અવનવી તરકીબો અજમાવી ગુજરાતમાં દારૂ લઈ આવવાના ફિરાક મા પોલીસ ના હાથે ઝડપાઇ જઈ જેલ ના સળીયા ગણતા થઈ જાય છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો