December 23, 2024

નેત્રંગ તાલુકામાંથી ૧૬ તલાટીક્રમ-મંત્રીની એકસાથે બદલી.

Share to



* માત્ર ૯ તલાટીક્રમ-મંત્રીના માથે તમામ કામગીરીનું ભારણ રહેશે

તા.૨૧-૦૮-૨૦૨૩ નેત્રંગ.

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ૭૬ ગામ આવેલા છે.૭૬ ગામને ૩૯ ગ્રા.પંચાયતોમાં સમાવેશ કરાયો છે.તમામ ગ્રા.પંચાયતમાં ભરૂચ જી.પંચાપતના સત્તાધીશો ફરજીયાત ૧ તલાટીક્રમ મંત્રીની નિમણુંક કરી છે.જે સરકારના પાયાના કમઁચારી ગણાય છે.પરંતુ નેત્રંગ તાલુકાની ૩૯ ગ્રા.પંચાયતમાં તલાટીક્રમ મંત્રીની ૧૬ જગ્યા વષૉથી ખાલી પડી છે.એક તલાટીને એકથી વધુ ગ્રા.પંચાયત કચેરીનો ચાજઁ સોંપી દેવાયો હતો.

રાજ્યભરના ૧૧૭૯ જેટલા પાયાના કમઁચારીઓની કરવામાં આવેલ બદલીઓમાં નેત્રંગ તા.પંચાયતના તાબા હેઠળ આવેલ ૩૯ ગ્રા.પંચાયતોમા ફરજ બજાવતા અન્ય જીલ્લાના ૧૬ તલાટીક્રમ-મંત્રી અને તા.પંચાયત હિસાબી શાખામા ફરજ બજાવતા જુનીયર ક્લાર્કની બદલી થઈ છે.જેમા તાલુકાની મુખ્ય પંચાયત નેત્રંગમાં ફરજ બજાવતા તલાટીની ગીર સોમનાથ જીલ્લામાં,એક તલાટીની સુરત,એક તલાટીની નવસારી,એક તલાટીની દાહોદ,ચાર તલાટી-જુનીયર ક્લાર્કની તાપી અને આઠ તલાટીઓની નમઁદા જીલ્લામાં બદલી થતાં નેત્રંગ તાલુકામા ફરજ બજાવતા ૨૫ તલાટીઓમાંથી ૧૬ તલાટીઓની બદલી થતા સ્થાનિક ૯ જેટલા તલાટીઓ રહેશે.તમામની બદલીઓતો થઈ ગઈ છે.પરંતુ ભરૂચ જી.પંચાયત કચેરીથી લેખિતમાં હુકમો આવે તેની રાહ વતન જવા માંગતા કમઁચારીઓ જોઈ રહ્યા છે.ત્યારે ૩૯ ગ્રા.પંચાયતમાં માત્ર ૯ તલાટીક્રમ-મંત્રીના માથે તમામ કામગીરીનું ભારણ રહેશે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed