December 23, 2024

સેલંબા હાઇસ્કુલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કારોબારીની ઘોષણા કરવામાં આવી

Share to



નર્મદા: સેલંબા હાઇસ્કુલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાગબારા (સેલંબા) નગર ની કારોબારીની ઘોષણા કરવામાં આવી જેમાં નગર અધ્યક્ષ તરીકે શ્રી અમિત ગીરી ગોસ્વામી (સી.આર.સી.કો.ઓ ધવલીવેર) અને નગર મંત્રી તરીકે શ્રી મધુસૂદનભાઈ તંબોડીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. વર્તમાનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. ૯ જુલાઈ ૧૯૪૯ થી આજ સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ, યુવાઓ, મહિલાઓ અને ગરીબોની સમસ્યાઓ અને સામાજિક દૂષણો સામે સંઘર્ષ કરીને સફળતા પ્રાપ્ત કરતું આવે છે. આગામી સમયમાં સાગબારાની તમામ શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમસ્યા અને સ્થાનિક સમસ્યાઓને જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી પહોંચાડી તેને નિવારવા માટે ખડે પગે ફરજ બજાવશે. નગર કારોબારીની ઘોષણા સમયે નર્મદા જિલ્લા સંયોજક અને વિસ્તારક શ્રી રાહુલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed