થવા ચેકપોસ્ટ ઉપર વાહનચેકિંગ દરમ્યાન ૩ ટ્રકો પકડી પાડી

Share to

* નેત્રંગ પોલીસે કતલખાને ૪૬ ભેંસો અને પાડાને બચાવ્યા

* કુલ ૩૭,૪૦,૦૦૦ મુદ્દામાલ પકડી પાડ્યો

તા.૧૪-૦૮-૨૦૨૩ નેત્રંગ.

નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ અને પો.કમીઁ પેટ્રોલીંગમાં હતા.જે દરમ્યાન ગુજરાત રાજ્યમાંથી ભેંસ-પાડા ભરી મહારાષ્ટ્રાના રાજ્યના ધુલીયા ખાતે કલત કરવા માટે આઇસર ટેમ્પો નંબર જીજે.૦૮.એયુ.૭૦૫૮ માં ઝંખવાવ ખાતેથી બે ટ્રક નંબર જીજે.૦૧.જેટી.૪૮૯૩ નંબર જીજે.૦૨.વીવી.૫૭૫૭ ભરૂચ ખાતેથી નેત્રંગ થઇ પસાર થનાર છે તેવી બાતમીના આધારે પુરતા પોલીસ બંદોબસ્ત થવા ચેકપોસ્ટ ઉપર વાહનચેકિંગની કામગીરી હાથ ધરી હતી.જેમાં નેત્રંગ તરફથી થવા ચેક પોસ્ટ ઉપર એક આઇસર ટેમ્પો અને બે ટ્રક આવતા રોકી તપાસ કરતાં ત્રણેવ વાહનોમાં તપાસ કરતાં ખીચોખીંચ ભેંસો અને પાડા ભરેલ મળી આવ્યા હતા,અને ભેંસો અને પાડા માટે કોઈપણ પ્રકારનો ઘારચારોની વ્યવસ્થા નહીં હોવાની સાથે તમામ ભેંસો અને પાડાને કતલખાને લઈ જવાનું માલુમ પડતા નેત્રંગ પોલીસે ત્રણેય વાહનોમાં ભરેલ ભેંસો અને પાડા નંગ-૪૬ જેની કિંમત રૂ.૮,૯૦,૦૦૦,ત્રણેય વાહનોની કિંમત .રૂ.૨૮,૦૦,૦૦૦,મોબાઇલ નંગ-૫ જેની કિંમત રૂ.૫૦,૦૦૦ મળીને કુલ ૩૭,૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે કુલ-૬ આરોપીઓને પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.

પકડાયેલ આરોપીઓ……

(૧) તૈયુબ અલ્લારખા મુલતાની રહે.ઝંખવાવ
(૨) જીગ્નેશ પ્રવીણ વસાવા રહે.ઝંખવાવ
(૩) અઝરૂદિન ગુલ મહંમદ શેખ રહે.સેલંબા
(૪) મયુદિન સઇદ ઘોડીવાલા રહે.ટંકારીયા
(૫) સાજીદ મઝીદ શેખ રહે.સેલંબા
(૬) સુલેહ ઇસ્માઇલ વોરા રહે.લુવારા

ફરાર આરોપીઓ……

(૧) ઇદ્રીશ હુસેન મુલતાની રહે.ઝંખવાવ
(૨) જાવેદ મુસ્તાક મસલ રહે.વલણ
(૩) મુનાફભાઇ નાગોરી રહે.ભરૂચ

*વિજય વસાવા નેત્રંગ*


Share to