November 22, 2024

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા જરૂરિયાત મંદ દીકરીને કરિયાવર આપી માનવતા મહેકાવી

Share to


દીકરી વહાલનો દરિયો દિકરી તુલસીનો ક્યારો

ફ્રેન્ડ્સ_યુવા_સેવા_ગ્રુપ_હળવદ દ્વારા એક જરૂરિયાતમંદ પરિવારની દીકરીને કરિયાવર આપવામાં આવ્યો. એક પરપ્રાંતીય ગરીબ અને જરૂરિયાત પરિવાર ની દીકરીના થોડા સમયમાં મેરેજ થવાના છે અને આ મેરેજ નો ખર્ચ ઉપાડવા માટે પરિવાર આર્થિક રીતે સંપન્ન નથી એવું ગ્રુપના ધ્યાનમાં આવતા આ પરિવાર ની દીકરીને દાતાઓના સહયોગથી કરિયાવર આપવાનું નક્કી થયું. દરેક માતા-પિતાનું એક સપનું હોય છે કે પોતાની દીકરી ને ખુબ જ ધામધૂમથી અને જરૂરી કરિયાવર આપીને ખુશી ખુશી હસતા મોઢે વિદાય આપવી પરંતુ આ દીકરીના માતા-પિતા આર્થિક સંપન્ન ના હોવાની વાત ગ્રુપના ધ્યાને આવતા આ પ્રોજેક્ટ અંતર્ગત દીકરીને કરિયાવર આપવામાં આવ્યો. એક વાક્ય મા કહેવામાં આવ્યું છે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે એ મુજબ આ દીકરીને એની પસંદગી મુજબ નો કરિયાવર આપવામાં આવ્યો અને આ કરિયાવર મેળવીને દીકરીના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો. વર્તમાન સમયમાં સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે એ ખરેખર સત્ય છે કારણકે આ પ્રોજેક્ટ ઉપરથી આપણે જાણીએ છીએ કે સ્ત્રી સશક્તિકરણની વાતો જ નહીં પણ લોકો આમાં માને છે પણ ખરા એટલે જ એક જ દિવસમાં કરિયાવર માટે નું દાન દાનેશ્વરી દાતાઓના સહયોગ પ્રાપ્ત થયું. દીકરો તો ભણીને એક પરિવારને તારે છે જ્યારે દીકરી ભણીને બે પરિવારને તારે છે એટલે તો કહેવામાં આવે છે “બેટી બચાવો, બેટી પઢાવો દીકરો દીકરી એક સમાન”આ દીકરીને નીચે મુજબ નો કરિયાવર નિશુલ્ક આપવામાં આવેલ છે.આ પરપ્રાંતિય દીકરી ને ભેટ સ્વરૂપ આપવામાં આવેલ છે.ગ્રુપના સભ્યોએ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપ ના સર્વ સભ્યો હાજર રહ્યા.

પાર્થ વેલાણી


Share to