* કોંગ્રેસ અગ્રણી સંદિપ માંગરોલાએ લેખિત રજુઆત કરી
તા.૦૯-૦૮-૨૦૨૧ નેત્રંગ.
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર ચાર-પાંચ દાયકા પહેલા ૮.૧૫ એમસીએમ બલદવા ડેમ,૭.૫૨ એમસીએમ પીંગોટ ડેમ અને ૧૪.૧૭ એમસીએમ પાણી સંગ્રહ કરવાની ક્ષમતાની સાથે મધુવંતી નદી ઉપર ધોલી ડેમનું નિમૉણ કરવામાં આવ્યું હતું,અને ત્યારબાદ વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાની અંદાજીત ૪૦૦૦ વધુ હેક્ટર જમીનને સિંચાઈ માટે પુરતું પાણી આપવા કેનાલ બનાવવામાં આવી હતી.જેમાં બલદવા-પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસ એટલે કે પુવૅપટ્ટીના વિસ્તારમાં આવેલા નદી-નાળા,કોતરો,તળાવ અને ચોમાસામાં વરસાદનું પાણી વહીને આ ત્રણેય ડેમમાં આવે છે,અને તેની સાથે-સાથે ખુબ જ મોટા જથ્થામાં માટી પણ વહીને આવતી હોય છે.જે ત્રણેય ડેમના તળ ભાગમાં કાયમી સ્થાયી થઇ જાય છે,અને દિવસેેેેને દિવસે ત્રણેય ડેમમાં માટીના પુરાણમાં ધરખમ વધારો થઇ ગયો છે,જેની વિપરીત અસર ત્રણેય ડેમમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઉપર પડતા ખેડુતો સિંચાઇ માટેનું પુરતું પાણી મળતું નથી,અને ત્રણેય ડેમમાં પાણીના સંગ્રહ ઓછું થાય છે.
જેમાં બલદવા ડેમમાં ઓવરફ્લોની સપાટી ૧૪૧.૫૦ મીટર,પીંગોટ ડેમની ઓવરફ્લોની સપાટી ૧૩૯.૭૦ મીટર અને ધોલી ડેમની ઓવરફ્લોની સપાટી ૧૩૬ મીટર છે.દરવષઁ ત્રણેય ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ઓવરફ્લો થાય છે.એટલે સરકારના ચોપડે ત્રણેય ડેમમાં ૧૦૦ ટકા પાણી સંગ્રહ થયાનું સાબીત થાય.પરંતુ પાયાની મુળ સાચી વાસ્તવિકતા માલુમ પડતી નથી,જેમાં ત્રણેય ડેમના કુલ વિસ્તારમાં અંદાજીત ૭૦-૮૦ ટકા જેટલું માટી પુરાણ થયાના અહેવાલ મળ્યા છે.આ બાબતે કોંગ્રેસ અગ્રણી સંદિપસિંહ માંગરોલાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સિંચાઈ વિભાગે લેખિત રજુઆત કરી હતી.જેમાં ખેડુત આગેવાનોને સાથે રાખીને સચોટ કામગીરે કરે તો સાચી હકીકત બહાર આવી શકે તેમ છે.ત્યારે બલદવા,પીંગોટ અને ધોલી ડેમને ઉંડા કરવાની સખત જરૂરિયાત ઉભી થઇ છે.ત્રણેય ડેમોને ઉંડા કરવાથી પાણીના સંગ્રહમાં ઘરખમ વધારો થઇ શકે છે,અને પાણી જમીનમાં પચવાથી આજુબાજુના બોર,કુવાના પાણીના સ્તરમાં વધારો થઇ શકે છે,લોકોને આસાનીથી પીવા માટે અને સિંચાઈ માટે પાણી મળી શકે છે.વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ઘરતીપુત્રોને આખુ વષૅ પુરતું પાણી મળી રહેતા પશુપાલકો,ખેડુતો અને તમામ ધરતીપુત્રોના જીવનધોરણમાં ઘણો સુધારો આવી શકે તેમ છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો