February 22, 2024

“મારી માટી, મારો દેશ” માટીને નમન, વીરોને વંદન અંતર્ગત નર્મદા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા દેશભક્તિ ગીતો સહીત સાંસ્કૃતિક કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Share toગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હેઠળની જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાજેતરમાં “મારી માટી, મારો દેશ” માટીને નમન, વીરોને વંદન અંતર્ગત શ્રી છોટુભાઈ ડિગ્રી કોલેજ અને ઓડિટોરીયમ હોલ, એકનાથ ખાતે દેશભક્તિ ગીતો સહીત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ ઉપસ્થિત મહાનુભાવો સહીત વિધાર્થીઓએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી બાદ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં નાંદોદ ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિત નોંધાવી હતી સાથે કોલેજના પ્રિન્સિપાલશ્રી ડી હસમુખભાઈ પટેલ, પૂર્વ પ્રચાર્યશ્રી કે. જે. ગોહિલ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ડી.એસ. કદમ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી વી. બી. વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દિલીપ દેસાઈ, નહેરુ યુવા કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર શ્રી ચંદ્રકાન્તભાઈ બક્ષી, સ્થાનિક પધાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ સહીત ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to