November 21, 2024

કોરોના ની ત્રીજી લહેર ની પુવઁ તૈયારી રૂપે.નેત્રંગ ની રેફરલ હોસ્પીટલ ખાતે ૩૦ બેડની ક્ષમતા ધરાવતા ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ,

Share to



ઓકિસજન ના વાંકે દદીઁઓ ને ૫૦ થી ૬૦ કિમી દુર રાજપીપળા-ભરૂચ રીફર કરવામા આવતા.

પ્રતિનિધિ દ્વારા નેત્રંગ તા, ૦૯ ઓગસ્ટ ૨૦૨૧.

નેત્રંગ તાલુકા મથક ખાતે આવેલ રેફરલ હોસ્પીટલ ખાતે ઓકિસજન પ્લાટનુ લોકાપઁણ તાલુકા પંચાયત ના મહિલા પ્રમુખ ના હસ્તે કરવામાં આવતા તાલુકા ની ૭૮ ગામની પ્રજા મા આનંદ ની લાગણી ફરી વળી છે.
૫ વષઁ આપણી સરકાર ના સૌનો સાથ સૌનો વિકાસ ના ઉજવણી ના ભાગ રૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકાસ દિવસ નિમિત્તે આરોગ્ય સુખાકારી કાયઁકમ ની ઉજવણી ના ભાગ રૂપે
નેત્રંગ તાલુકા મથક ખાતે આવેલ રેફરલ હોસ્પીટલ ખાતે ફાઁમાનિક પેરોમેટીક પ્રોડકશન પ્રાઇવેટ લિમિટેડ દહેજ દ્રારા ઓકિસજન પ્લાટ આપવામાં આવ્યો છે તેમજ રેસની એન્ડ પ્લાસ્ટીક લિમિટેડ ( આર, પી, એલ ) દહેજ દ્રારા ઓકિસજન પ્લાટની પાઇપલાઇન નાખી આપી ૩૦ બ્રેડ ના દઁદીઓને ઓકિસજન આપવા માટે ની સુવિધા ઉભી કરી આપવામાં આવતા આ પ્લાટનુ ૭ મી ઓગસ્ટ ના રોજ સાંજ ના પાંચ કલાકે નેત્રંગ તાલુકા પંચાયત ના મહિલા પ્રમુખ લીલાબેન માનસિંગભાઈ વસાવા ના હસ્તે લોકાપઁણ કરવામાં આવ્યુ હતું,
નેત્રંગ ની રેફરલ હોસ્પીટલ ખાતે કોરોના ની પ્રથમ બે લહેર દરમિયાન ઓકિસજન ની અપુરતી વેવસ્થાને કારણે દઁદીઓ ને ૫૦ થી ૬૦ કિમી દુર ભરૂચ રાજપીપળા ખાતે દઁદીઓને રીફર કરવામાં આવતા હતા. જે હવે ઉપરોક્ત બે કંપનીઓ ના સહયોગથી આદિવાસી વિસ્તારોમાં આવેલ રેફરલ હોસ્પીટલ માં ઓકિસજન પ્લાટ ની સુવિધા આપવામાં આવતા ૭૮ ગામની આદિવાસી પ્રજા મા આનંદ ની લાગણી ફરી વળી છે.
આ પ્રસંગે રેફરલ હોસ્પીટલ ના ઇનચાર્જ મુખ્ય અધિકક્ષક ડૉ વિજયભાઇ બાવિસકરે જણાવ્યું હતું કે કોરોના ની ત્રીજી લહેર ની સામે તમામ પ્રકારની પુવઁ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને રેફરલ હોસ્પીટલ નો તમામ સ્ટાફ ખડેપગે હાજર છે. ડૉ વિજયભાઇ બાવિસકરે ઓકિસજન પ્લાટ આપનાર દહેજ ની બંન્ને કંપનીઓ નો તેમજ લોકાપઁણ નિમિત્તે હાજર રહેલા તમામ પદાઘિકારીઓ તેમજ અધિકારીઓ નો આભાર વ્યકત કર્યો હતો.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,


Share to

You may have missed