રિપોર્ટર…નિકુંજ ચૌધરી
માંડવી તાલુકાના અમલસાડી ગામે દિપડો દશતક આપતો હોવાની ફરીયાદ ને લઈ વનવિભાગ દ્વારા દિપડા ને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું જેમાં રાત્રે શિકાર ની લાલચ માં કદાવર દિપડો પાંજરે પુરાયો હોવાની વાત વાયુવેગે પ્રસરતા ગામના લોકો દિપડા ને જોવા ઉમટી પડ્યા હતા.અમલસાડી ગામે હળપતિ વાસ નજીક આવેલ કિરણ ભાઈ નાં ખેતરમાં દિપડો છાશવારે નજરે પડતાં વનવિભાગ ને જાણ કરવામાં આવી હતી જેના પગલે વનવિભાગ દ્વારા દિપડા ને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું જેમાં ગત રાત્રે કદાવર દિપડો શિકાર ની શોધમાં નીકળ્યો હતો અને હરપતિ વાસ નજીક કિરણ ભાઈ નાં ખેતરમાં લતાર મારતાં મારતાં દિપડો શિકાર ની લાલચ માં આવી પાંજરા માં મુકેલ મારણ ને શિકાર બનાવા જતાં પોતે પાંજરા માં ફીટ થઇ ગયો હતો. કહેવાય છેકે શિકારી બન્યો શિકાર એવી રીતે કદાવર દિપડો પાંજરે પુરાઇ જતા વહેલી સવારે દિપડા ને જોવા લોકો નાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.દિપડો પાંજરે પુરાયો હોવાની જાણ વનવિભાગ ને થતાં તાત્કાલિક વહેલી સવારે ચાર થી પાંચ વનવિભાગ નાં કર્મચારીઓ ને સરકારી વાહન લઇને અમલસાડી ગામે હરપતિ વાસ નજીક ખેતરમાં મોકલી આપ્યા હતા, જ્યાં વનવિભાગ નાં કર્મચારીઓ એ પાંજરે પુરાઈ લા દિપડા નું પાંજરૂ વાહન માં ભરી વનવિભાગ નાં ડેપો ખાતે લઇ ગયા હતા.દિપડો પાંજરે પુરાઇ જતા અમલસાડી ગામના લોકો એ રાહત નો શ્વાસ લીધો છે. હજુ પણ અમલસાડી ગામે દિપડા હોવાની ચર્ચા એ જોર પકડ્યું હતું.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો