September 7, 2024

ગુજરાતમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન: લોકસભા ચૂંટણીમાં બંને પક્ષ ગઠબંધન કરી ભાજપને ટક્કર આપશે: ઈસુદાન ગઢવીની મોટી જાહેરાત

Share to



ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ એકસાથે મળીને લડશે તેવી જાહેરાત AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને બંને પાર્ટી I.N.D.I.A ગઠબંધન સેઠળ ચૂંટણી લડો.

ચૂંટણીમાં I.N.D.I.Aનું ગઠબંધન NDAને હરાવશે AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. રાજ્યમાં હાલમાં સીટોની અમે તપાસ કરી રહ્યા છીએ. ભાજપ આ ગઠબંધનથી ડરી ગયું છે અને તેમને ખબર છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ..DILAનું ગઠબંધન NDAને હરાવી દેશે. પ્રધાનમંત્રીથી લઇને ભાજપના નેતાઓ પણ I.N.D.I.Aને ગાળો આપી રહ્યા છે.

કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરી અને ચૂંટણી લડીશું ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અમે કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરી અને ચૂંટણી લડીશું. I.N.D.I.Aના ગઠબંધન સાથે ચૂંટણી અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણયો લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો નહીં લઈ જઈ શકે.

ભાજપ પક્ષમાં આંતરિક ચરુ ઊકળ્યો છે ઈસુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપ પક્ષમાં જે આંતરિક ચરુ જે ઊકળ્યો છે તે બહાર આવ્યો છે. એવી વાત વહેતી થઈ છે કે વિવિધ યુનિવર્સિટીઓના ટેન્કરોથી લઈ જમીન કૌભાંડોમાં ભાજપના નેતાઓના નામ ઉછળ્યા હોવાની ચર્ચા છે, જેમાં રાજીનામાઓ પણ પડ્યા છે. જોકે રાજીનામાં પડવાએ પક્ષની આંતરિક બાબત છે. જોકે, પ્રજાના ટેક્સના પૈસા કોઈ લઈ જાય કે તે પ્રજાને ટેક્સના પૈસાનો ઉપયોગ થાય અને તેના પગલે રાજીનામા પડે તો તેની તપાસ થવી જરૂરી છે.

SOG સમગ્ર બાબતે ખુલાસો કરવો જોઈએ પત્રિકાકાંડ બાબતે નામ લીધા વિના તેઓએ વાત કરતા જણાવ્યું હતું કે, પત્રિકાકાંડ બાદ રાજીનામા પડ્યા છે. સત્તાનો દુરુપયોગ થયો છે. કૌભાંડો થયા છે. કોણે કેટલી મલાઈ ખાધી છે તે તમામ બાબતોની આમ આદમી પાર્ટી તપાસ થાય તેવી માંગ કરી રહી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દેશની સુરક્ષા અને આતંકવાદીઓને પકડવાનું કામ છે પરંતુ એક નેતાની અરજીમાં બીજા નેતાને ઉપાડી જઇ પૂછપરછ કરાય છે. ત્યારે પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યારે વિપક્ષના નેતાને પણ ફસાવો હોય તો એક ફોન કરી દેવામાં આવે છે. SOG સમગ્ર બાબતે ખુલાસો કરવો જોઈએ.

EDએ સમગ્ર બાબતે તપાસ કરવી જોઈએ SOGએ સમગ્ર તપાસમાં આ મામલે ખુલાસો કરવો જોઈએ કે આ બાબતે તપાસ થઈ છે? જો થઈ છે તો શું તપાસ થઈ છે. કયા કયા કૌભાંડો થયા છે અને જનતાના પૈસા ક્યાં વપરાયા છે. જે પદ ઉપર રહી અને આ કૌભાંડો થયા છે તો આ સમગ્ર કૌભાંડોની તપાસ થવી જોઈએ અને જો રકમની હેરાફેરી થઈ હોય તો EDએ મામલે તપાસ કરવી જોઈએ. ગુજરાત આવી અને EDએ સમગ્ર બાબતે તપાસ કરવી જોઈએ. તાજેતરમાં જ એક જમીન કૌભાંડમાં પૂર્વ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં કોણ કોણ સામે હતું કયા નેતા હતા? કયા અધિકારી હતા? કોણે આ જમીનનો હેતુફેર કર્યો. કોણે આ સમગ્ર કૌભાંડ કર્યું અને હાલમાં આ જમીન કયા બિલ્ડરના નામે છે વગેરે અંગેની તપાસ થવી જોઈએ. તેમજ આ જમીનને શ્રીસરકાર કરવી જોઈએ.

એક નાગરિક પર 63 હજાર રૂપિયાનું દેવું ભાજપમાં આજે રાજીનામાં પડ્યા છે તેમાં કયા કૌભાંડો થયા છે. આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર મામલે ઈડી પણ તપાસ કરે. જો આ મામલે કોઈપણ યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અમે ઇડીની ઓફિસે જઈને પણ માંગ કરીશું. કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. રાજ્યમાં બે વર્ષ પહેલાં ત્રણ લાખ કરોડનું દેવું હતું. હવે તે વધીને ચાર લાખ કરોડને પાર થઈ ગયું છે. ગુજરાતના એક નાગરિક પર 63 હજાર રૂપિયાનું દેવું છે. ભાજપના નેતાઓ સરકાર ચલાવે છે કે પોતાના ઘર ભરે છે તેની તપાસ થવી જોઈએ. આ સમગ્ર કૌભાંડો, પોલીસની ભૂમિકા, અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે વગેરે બાબતે યુનિવર્સિટી અને જમીનના કૌભાંડોની તપાસ થવી જોઈએ.


Share to

You may have missed