September 7, 2024

ભરૂચના ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી અને કલેકટર શ્રી તુષાર સુમેરાની ગરિમામય ઉપસ્થિતિ રહી

Share to

* હવે કલ્ચરલ સિટી બનશે પ્રાચીન ભૃગુકચ્છ*

પદ્મશ્રી કવિ દાદ બાપુ સચિત અણમોલ કાવ્યોની સરમાયી પ્રસ્તુતિનો અનોખો કાર્યક્રમ કવિ દાદ શબ્દ સંભારણા

ભરૂચ – શનિવાર – માય લિવેબલ ભરૂચ સીએસઆર પહેલ અંતર્ગત પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પદ્મશ્રી કવિ દાદ બાપુ સચિત અણમોલ કાવ્યોની સરમાયી પ્રસ્તુતિના સંભારણાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.
સરસ્વતી વંદના બાદ ઉપસ્થિત કલાવૃદોનું ભરૂચની પ્રખ્યાત સુઝની વડે અભિવાદન કરાયું હતુ.
શબ્દ એક શોધ ત્યાં સંહિતા નીકળે! કુવો જ્યાં ખોદો ત્યા સરીતા નીકળે ! સાવ અલગ તાસીર છે આ ભૂમિની વાવો મહાભારત અને ગીતા નીકળે… કવિ શ્રી દાદની કાવ્ય પ્રસ્તુતિથી લોકો મંત્રમુગ્ધ થયાં હતાં. સંગીત મહોત્સવના કલાકાર વૃંદ શ્રી રાજેન્દ્ર ભાઈ હેમુદાન ગઢવીએ પણ પ્રસ્તુતિ કરી હતી. જ્યારે લોક વાર્તાકાર રાજેન્દ્ર ગઢવીએ પોતાની અનોખી લોકભોગ્ય શૈલીમાં રજૂઆત કરી હતી.
આ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા અગ્રણીઓ, લોકપ્રિય ગાયક અભેસિંહ રાઠોડ, નગર પાલિકા સભ્યો, માય લિવેબલ ભરૂચ સીએસઆર ટીમ અને મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ હાજર રહ્યા હતા.


Share to

You may have missed