December 6, 2024

ઉત્તર ભારતમાં ભૂકંપના પ્રચંડ આંચકા: 5.8ની તિવ્રતા, દિલ્હી-નોઈડા ધણધણી ઉઠ્યા, કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં

Share to



દિલ્હી NCRમાં ભૂકંપના પ્રચંડ આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુકુશમાં છે. આ આંચકા રાત્રે 9-35 કલાકે નોંધાયા છે. આ ભૂકંપના આંચકા ભારત સહિત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ઘણા ભાગોમાં અનુભવાયા છે.


4 મહિના પહેલા પણ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 6.6 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 133 કિમી દૂર દક્ષિણ પૂર્વમાં જમીનથી 156 કિમી ઊંડાણમાં હતું. પાકિસ્તાનમાં 9 લોકો મૃત્યુ પામ્યા અને 302 લોકો ઘાયલ થયા હતા.

જ્યારે ભારતમાં પણ એની અસર જોવામાં આવી હતી. દિલ્હી, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ગભરાઇને જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા. દિલ્હી-NCR, ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં લોકોએ આખી રાત પસાર કરી હતી.

આ રીતે ભૂકંપની તીવ્રતાનો અંદાજ આવે છે ધરતીકંપની તીવ્રતાનો અંદાજ તેના કેન્દ્ર (એપીસેન્ટર)માંથી નીકળતી ઊર્જાના તરંગો દ્વારા માપવામાં આવે છે. સેંકડો કિલોમીટરમાં ફેલાયેલી આ તરંગથી આંચકા આવો છે. ધરતીમાં તિરાડો પણ પડે છે. જો ધરતીકંપનું કેન્દ્ર ઓછી ઊંડાઈએ હોય તો તેમાંથી નીકળતી ઉર્જા સપાટીની ખૂબ જ નજીક હોય છે, જેના કારણે ભારે વિનાશ કરી શકે છે.

2004માં અંદમાનનો ઈન્દિરા પોઈન્ટ ડુબી ગયો હતો 26 ડિસેમ્બર 2004માં ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપ અને પછી સુનામીના કારણે અંદમાન-નિકોબાર ટાપુનો ઈન્દિરા પોઈન્ટ ડુબી ગયો હતો. આ ટાપુ સુમાત્રાથી 138 કિમી દુર આવેલો છે. અહીંયા એક જ લાઈટ હાઉસ છે જેનું ઉદ્ધાટન 30 એપ્રિલ 1972ના રોજ થયું હતું. તે ભારતની એકદમ દક્ષિણમાં આવેલું છે અને તેને ભારતનું અંતિમ બિન્દુ પણ કહેવામાં આવે છે. તેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નામ પર રાખવામાં આવ્યું હતું. ઈન્દિરા પોઈન્ટનું લાઈટ હાઉસ ભારત થઈને મલેશિયા અને મલક્કા જતા જહાજોને માર્ગ બતાવવાનું કામ કરે છે.


Share to

You may have missed