ડેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અનોખી પહેલ કરવામાં આવી ને 1100 વૃક્ષો ના છોડ રોપીને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડ માં મહાદેવ ના મંદિરે, વેરાઈ માતાના મંદિરે, સ્મશાન ગૃહ ખાતે એવી અનેક જગ્યાએ વૃક્ષો રોપીને વૃક્ષારોપણ નો કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
આ કાર્યક્રમમાં ડેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાબેન વસાવા, જિલ્લા પંચાયત સભ્ય હિતેશભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય,ગ્રામ પંચાયતના સભ્યો તથા સૌ નગરજનો ભેગા મળીને સર્વે જાતે વૃક્ષારોપણ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
જિલ્લા પંચાયતના સભ્ય હીતેશ વસાવા એ આ કાર્યક્રમ દરમિયાન સૌ ગ્રામજનો તથા તાલુકાની જનતાને અપીલ કરી હતી કે આપ સૌ પણ પોતાના ઘરે,સ્કૂલ, કોલેજ કે દવાખાના જેવા જાહેર સ્થળોએ પણ એક એક વૃક્ષ વાવીને તેમનું સારી રીતે જતન કરવું જોઈએ તો જ આપણે કોરોના જેવા રોગો સામે પણ લડી શકીશું અને જો વૃક્ષો હશે તો આપણા વિસ્તારમાં વરસાદ પણ સારો પડશે અને ઓક્સિજન લેવલ પણ વધશે તો સૌ સાથે ભેગા મળીને દર વર્ષે એક એક વૃક્ષ વાવો તેવી સૌને વિનંતી કરું છું
આ કાર્યક્રમ દરમિયાન ડેડીયાપાડા ના એડવોકેટ હિતેશભાઈ દરજી એ પણ લોકોને અપીલ કરીને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા જે આ વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે ખૂબ સરહાનીય કામ છે ને આવા કાર્યક્રમો જો થતા રહે તો ડેડીયાપાડા ના જંગલો નાશ પામ્યા હતા તે ફરી વિકસિત થશે અને જંગલોને કારણે વરસાદ તો આવશે જ પરંતુ જો જંગલ હશે તો આયુર્વેદિક માટે ઔષધીઓ પણ મળી રહેશે અને જમીનોનું ધોવાણ પણ વૃક્ષોના કારણે અટકશે તેથી સૌ કોઈએ આવા વૃક્ષારોપણના કાર્યક્રમ માં સાથ સહકાર આપી અને દરેક જણે એક એક વૃક્ષ રોપવાની પહેલ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું