ઝઘડીયા વિધાનસભામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તડામાર તૈયારી

Share to



* ધારાસભ્ય રિતેશ વસાવા રાજપારડીમાં બિરસા મુંડાની પ્રતિમાનું લોકાપઁણ કરશે

* પદાધિકારીઓ-અધિકારીઓ સાથે ધારાસભ્યની આયોજનલક્ષી બેઠક યોજાઇ



ઝઘડીયા વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય તરીકે રિતેશ વસાવા ચુંટાઇ આવ્યા બાદ ૯ ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.ધારાસભ્ય રિતેશ વસાવા ૯ ઓગષ્ટે રાજપારડી મુકામે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું લોકાપઁણમાં ઝઘડીયા વિધાનસભામાંથી ગામે-ગામ મોટી સંખ્યામાં યુવાનો અને આદિવાસી સમાજના આગેવાનો જોડાશે તેવું જાણવા મળ્યું છે.ત્યારબાદ વિશાળ રેલી સ્વરૂપે નેત્રંગ તાલુકા મથકના સ્વામીનારાયણ મંદિરમાં પહોંચી પાણી-પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાના સાથે વિશ્વ આદિવાસી દિવસના ઉજવણીનો કાયૅક્રમ યોજાશે.૭૦૦ વધુ લાભાર્થીને કિટ-વિતરણ અને સહાય અપાશે.આદિવાસી સમાજની વેશભુષા અને પરંપરાગત નૃત્યો ઢોલ-નગારા સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે.

ઉલ્લેખનીય છે કે,ઝઘડીયા વિધાનસભામાં રિતેશ વસાવા વિજેતા બન્યા બાદ સૌ પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થનાર હોવાથી ધારાસભ્ય રિતેશ વસાવા કોઈપણ પ્રકાર કસર બાકી રાખવા માનતા નથી.વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના તમામ પદાધિકારીઓ-અધિકારીઓ સાથે ધારાસભ્યની આયોજનલક્ષી બેઠક કામગીરી સોપી દેવામાં આવી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to