December 19, 2024

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, સજા પર પ્રતિબંધ, સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થશેModi Surname Case: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, સજા પર પ્રતિબંધ, સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થશે

Share to

રાહુલ ગાંધીના વકીલે શું કરી હતી દલીલ


રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, 3 પાનાના ભાષણમાં માત્ર એક લાઇન છે, જેના સંદર્ભમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી પૂર્ણેશ મોદીની અસલી અટક પણ મોદી નથી. તેમણે પથી ચેન્જ કરી છે. મોદી અટક ધરાવતા લોકોનો કોઈ નિશ્ચિત વર્ગ નથી. વિવિધ જાતિના લોકો આ અટકનો ઉપયોગ કરે છે.


માનહાનિનો કેસ વાજબી નથી


સિંઘવીએ કહ્યું કે, જેનું નામ રાહુલ ગાંધીએ ભાષણમાં લીધું હતું તેમાંથી કોઈએ રાહુલ પર કેસ કર્યો નથી. તે પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો છે. જેમનું નામ ભાષણમાં પણ લેવામાં આવ્યું ન હતું. પૂર્ણેશ મોદી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાનું કોઈ વ્યાજબી નથી. મોદી અટકનો ઉપયોગ કરતા સમુદાયોમાં એકરૂપતા નથી. મોદી અટક ધરાવતા લોકોનો કોઈ વર્ગ ઓળખાયો નથી.


સુપ્રીમ કોર્ટમાં સિંઘવીએ કહ્યું કે, રાહુલ વિરુદ્ધ એવો કોઈ કેસ નથી, જે સમાજ વિરુદ્ધ ગુનો હોય. રાહુલ પર કોઈ દુષ્કર્મ કે હત્યાનો આરોપ નથી. રાહુલ સામેનો આરોપ સાદો, જામીનપાત્ર, સામાન્ય આરોપ છે. જો સજા હોય તો પણ તે મહત્તમ 2 વર્ષની જ હોઈ શકે છે. પરંતુ ફરિયાદીએ તેને ગુનેગાર ગણાવ્યો હતો. એવો એક પણ કેસ નથી જેમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હોય.


Share to

You may have missed