નેત્રંગ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા મારુતીસિંહ અટોદરિયાની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી

Share to

ભરૂચ જિલ્લા ના નેત્રંગ તાલુકાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના પ્રશ્નોને લય સતત ચિતિંત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભરુચના અધ્યક્ષશ્રી પુષ્પરાજ,જિલ્લા મહાસંઘના પ્રભારી દિગવિજયસિંહ ,મહામંત્રી કમલેસભાઇ ,સહમંત્રી પિયુષભાઇ,નેત્રંગ મહાસંઘના અધ્યક્ષ રાજન ગાંવિત ,મહામંત્રી મહેન્દ્રભાઇ વસાવા તેમજ તમામ હોદ્દેદારો દ્વારા ભરુચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતીસિંહ અટોદરિયાની ભરુચ ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતીશિક્ષકોના હિત માટે શિક્ષકોના પ્રશ્નોને ઉકેલવા માટે ભરૂચ જિલ્લા પ્રમુખ સાથે સતત સંપર્કમાં રહેવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘને ખાત્રી આપી છે.આ તબક્કે શૈક્ષિક મહાસંઘ નેત્રંગ દ્વારા મારુતિસિંહ અટોદરીયા એ આ બાબતે સંઘ ના પ્રશ્નો હલ કરવા અને આ બાબતે ઉચ્ચકક્ષા એ રજુઆત કરવાની ખાત્રી આપી હતી સંઘ દ્વારા જિલ્લા પ્રમુખનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રાજન ગાંવિત મહેન્દ્રભાઇ વસાવા
અધ્યક્ષ મહામંત્રી
રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ

રિપોર્ટર / વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed