કરજણ નદીમા પગ લપસી પડતા થવા ગામના ૧૭ વર્ષના નવયુવાનનુ  ડુબી જતા કરૂણમોત.ભારે શોધખોળ બાદ લાશ ૨૨ કલાક બાદ મળી.

Share toપ્રતિનિધિ દ્રારા નેત્રંગ.  તા.૩૧-૦૭-૨૩.

નેત્રંગ  –  ડેડીયાપાડા રોડ પર આવેલ થવા ગામ નજીક થી વહેતી કરજણ નદીમા થવા ગામના નવયુવાનનો પગ લપસી જતા નદીના ધસમસતા પ્રવાહ મા ખેંચાઇ જતા ડુબી જવાથી કરૂણમોત નિપજતા થવા ગામ સહિત સમસ્ત વસાવા સમાજ મા ધેરાશોક ની લાગણી ફરીવળી છે.

નેત્રંગ  – ડેડીયાપાડા રોડ પર આવેલ થવા ગામના સ્ટેશન ફળીયા વિસ્તારમા રહેતા સુરેશભાઈ શાંતિલાલભાઈ વસાવા  ખેતમજુરી કરી પોતાનુ તેમજ પોતાના કુટુંબ નુ જીવનનિવાઁહ કરે છે. જેઓને સંતાનમા ત્રણ પુત્રો છે. જેમા સૌથી મોટો પુત્ર અરુણકુમાર સુરેશભાઈ વસાવા ઉ.વ.આશરે ૧૭ કે જે થવા ખાતે આવેલ હાઇસ્કૂલ ખાતે ધોરણ ૧૧મા અભ્યાસ કરતો હતો. તે તેમજ તેના બે મિત્રો તા.૩૦ ના રોજ રવિવાર ને લઇને હાઇસ્કૂલમા રજા હોવાથી ગામની નજીક થી વહેતી કરજણ નદીના કિનારે પૌરાણિક મહત્વ ધરાવતુ મહાદેવનુ મંદિર આવેલ છે. જયા ત્રણે મિત્રો સવારના નવ થી દસના સમય ગાળા દરમ્યાન દશઁન કરવા માટે ગયા હતા, દશઁન કયાઁ બાદ કરજણ નદી બે કાઠે વહેતી હોય અને ચોમાસ ની સિઝન ને લઇ ને પાણીનો પ્રવાહ વધુ હોય, જેને જોવા માટે ત્રણે મિત્રો નદી કિનારે ગયા હતા, જયા કિનારે અરુણનો પગ લપસી પડતા બે મિત્રો તેને બચાવાની કાઇક કૌશિક કરે તે પહેલાજ તે નદીના વહેણમા ખેંચાઇ ગયો હતો.નદી ના ધસમસતા પ્રવાહ મા પોતાના મિત્રને ખેંચાઇ જતો જોઈને બંન્ને મિત્રોના હોશકોશ ઉડી ગયા હતા, બનાવ બાબતની જાણ પિતા સુરેશભાઈ તેમજ ગામજનોને થતા જ ધટના સ્થળે પહોચી ગયા, અને અરુણની શોધખોળ પાણીમા આરંભી હતી. બીજી તરફ નેત્રંગ મામલતદાર અનિલ વસાવા તેમજ નેત્રંગ પોલીસ ને જાણ થતા ધટના સ્થળે જઇ જાત તપાસ કરી ઝધડીયા જીઆઇડીસી માંથી ફાઇરની ટીમ બોલવામા આવી હતી, ફાઇરની ટીમે ભારે જહેમત લાશને ખોળવા લગાવી હતી, અધરુ થતા કામગીરી બંધ રહી હતી, મામલતદાર થકી ભરૂચ થી એસ ડી આર એફ ની ટીમ તા ૩૧ના રોજ બોલાવવામા આવી હતી, પરંતુ આ ટીમ આવતા પહેલાજ અરુણની લાશ સગાસંબધીઓ ને નદીમા નજરે પડતા પાણીના પ્રવાહ માંથી લાશને બહાર કાઢીને નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામા આવી હતી.જયા થવા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ના જમાદારે જરૂરી કાગળો કરી અકસ્માત મોત નો ગુનો દાખલ કરેલ છે.


*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed