હાથ ઉછીના લીધેલા ૨,૪૦,૦૦૦ રૂપીયા ૬૦ દિવસમાં પરત કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો.
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા યોગેશભાઈ કિશોરભાઈ મોદી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. યોગેશભાઈ મોદીએ રાજપારડી ગામમાં રહેતા ઈલ્યાસભાઈ ફિરોજભાઈ શેખને સામાજિક કામ માટે જુલાઈ ૨૦૧૩ માં ૨,૪૦,૦૦૦ હાથ ઉછીના થોડા સમય માટે આપ્યા હતા, ત્યારબાદ યોગેશભાઈએ વારંવાર ઈલ્યાસભાઈ પાસે તેમને આપેલા હાથ ઉછીના રૂપિયા પરત માંગ્યા હતા
પરંતુ ઈલ્યાસભાઈએ તે રૂપિયા પરત આપ્યા ન હતા, ત્યારબાદ માર્ચ ૨૦૧૪ માં કિશોરભાઈને ઈલ્યાસભાઈએ ૨,૪૦,૦૦૦ નો ચેક આપ્યો હતો તે ચેક કિશોરભાઈએ બેંકમાં જમા કરાવતા વિના સ્વીકારે પરત ફર્યો હતો, જેથી કિશોરભાઈએ તેમના એડવોકેટ રોહિત ટી શાહ મારફતે ઇલ્યાસભાઈને કાયદેસરની નોટિસ આપેલી હતી અને ત્યારબાદ ફરિયાદ ઝઘડિયા કોર્ટમાં દાખલ કરાવેલી. આ ફરિયાદ ઝઘડિયા કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના એડવોકેટ રોહિત ટી શાહની દલીલો ગ્રાહ્ય રાખી તા.૨૫.૭.૨૩ ના રોજ આરોપી ઇલ્યાસભાઈ ફિરોજભાઈ શેખ રહે. રાજપારડીનાઓને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ ઝઘડિયા કોર્ટ દ્વારા કરવામાં આવેલ અને ચેક ની રકમ રૂ.૨,૪૦,૦૦૦ હુકમની તારીખથી ૬૦ દિવસમાં વળતર પેટે ફરિયાદી યોગેશભાઈ મોદીને ચૂકવવાનો હુકમ કર્યો હતો. આરોપીને થયેલી ફરિયાદના આધારે હાથ ઉછીના લઈ પરત નહીં કરનાર ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો