November 22, 2024

નર્મદા જિલ્લાના રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓ માટે સૂચના

Share to



*લાભાર્થીઓ પોતાના તાલુકાની મામલતદાર કચેરીમાં દિન- ૧૦ માં મોબાઈલ નંબર અપડેટ કરાવી લેવું*

ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળની ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના તથા નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના હેઠળ દર માસે રૂપિયા ૧૦૦૦/-ની આર્થિક સહાય જે તે વૃધ્ધ લાભાર્થીના ખાતામાં ડી.બી.ટી. મારફતે ચુકવણી કરવામાં આવે છે. આ યોજનામાં સહાય ચુકવવા બાબતે પારદર્શિતા અર્થે તાજેતરમાં આધાર બેઈઝ પેમેન્ટ પધ્ધતિથી લાભાર્થીનું આધારકાર્ડ જે બેંકમાં લીંક હોય તે ખાતામાં સહાયનું ચુકવણું કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લા ખાતે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના તથા નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના પોર્ટલ પર નોંધાયેલ લાભાર્થીઓ પૈકી ઘણા લાભાર્થીઓના મોબાઈલ નંબર પોર્ટલ પર ઉપલબ્ધ નથી. જેથી કરીને યોજનાનો લાભ લઈ રહેલા લાભાર્થીઓએ પોતાના તાલુકાની મામલતદાર કચેરી ખાતે દિન-૧૦ માં મોબાઈલ નંબર અપડેટ કરાવવા “ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના” તથા ”નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના”ની આર્થિક સહાય મેળવતા દરેક લાભાર્થીઓને વિનંતી કરવામાં આવે છે.

*રિપોર્ટર: સર્જન.વસાવા, દેડીયાપાડા*


Share to