October 5, 2024

ડેડીયાપાડા તાલુકાના અંતરીયાળ ડુંગર વિસ્તારમાં સસ્તા અનાજની નવી દુકાનો ફાળવવા ‘નેશનલ વિલેજ ગ્રુપ(NVG) અને સ્થાનિક ખેડૂતો દ્વારા નાયબ કલેક્ટરને આવેદન અપાયું

Share to

જયદિપ વસાવા,ડેડીયાપાડા



*સ્થાનિમાં પહાડી વિસ્તારોનાં વાંદરી, માંથસર, ઉપલી માંથાસર, સુરપાણ, પાનખલા, વાઘઉંમર, ચોપડી, રિંગાપાદર, જેવાં ગામોમાં ગામદિઠ સસ્તાં અનાજની નવી દુકાનો ફાળવી નિમણુક કરવાની માંગણી કારવામાં આવી.
સ્થાનિક ગ્રામ્ય વિસ્તાર નાં કણજી વાંદરી, માંથસર, ઉપલી માંથાસર, સુરપણ, પાનખલા, વાઘઉંમર, ચોપડી, રિંગાપાદર, જેવા પહાડી વિસ્તાર નાં અનેક ગામોને વિવિઘ સમસ્યા વેઠવી પડે છે. હાલ આ સ્થાનિક વિસ્તાર માં કાર્યરત્ સસ્તા અનાજ ની દુકાન(પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર) જેમાં એકજ કેન્દ્ર માં 5 થી 6 ગામો નો સમાવેશ કરી ચલાવવા માં આવી રહી છે. જેથી સ્થાનિક વિસ્તારના લોકો ને સરકાર નું રહતદર નું અનાજ મેળવવા 800 થી વધૂ રેશન કાર્ડ ધારકોએ 12 થી 16 કિલો મીટર ચલતા જવુ પડે છે. આ વિસ્તાર માં હજુ પણ રોડ રસ્તાના અભાવે ખૂબ મોટી સમસ્યા ઓ છે જ્યાં આજેપણ સરકાર શ્રીની વાહન વ્યવહાર ની કોઇ સુવિધા ઉપલબ્ધ નથી. આ સ્થાનિકો માટે વર્ષો પહેલાં પણ આજ હાલાકી હતી આજે પણ આજ સમસ્યા વેઠવી પડે છે. સરકાર દેશ દુનિયામાં વિકાસ ની વાતો કરે છે આ અતિ અંતરિયાળ વિસ્તાર કેમ્ વંચિત છે.???
સ્થાનિક આગેવાન ભરત એસ તડવી (NVG) તેમજ અન્ય સ્થાનિક ખેડૂતો સાથે મામલતદાર અધિકારી ડેડિયાપાડા, પ્રાંત અધિકારીને ડેડિયાપાડા તેમજ જીલ્લા મેજિસ્ટ્રેટ કલેકટર નર્મદા પુરવઠા અધિકારી નર્મદા ને સંબોધીને આવેદન પાઠવવા આવ્યુ છે જેમાં તાત્કાલિક માંગણી છે કે આ વિસ્તાર ને જેતે રેશનકાર્ડ ધારકો ને ગામ દિઠ વિભાજન કરી સસ્તા અનાજ(દિઠ પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર) ને ગામ દિઠ નોટીસ જાહેર કરી નવા સંચાલકો ની નિમણુક કરવામા આવે. સાથે ભરત એસ તડવી(NVG) એ વિષેશ જણાવતા કહ્યું કે મામલતદાર ડેડિયાપાડા દ્વારા ખૂબ સંવેદન સિલ નિર્ણય લેવામાં આવે કે હાલ આ પહાડી વિસ્તાર માં રસ્તા સારા ન હોવાના કારણે જેતે અનાજ પુરવઠો જેતે હાલના સંચાલક દ્વારા જેતે ગામમાં પૂરો પાડવામાં આવે જેથી આ દરેક ગામોના લોકો ને આ વરસાદી વાવાઝોડા તેમજ વરસાદી પૂરની ઝોખમોનો સામનો નાં કરવો પડે તેવી ખાસ નિર્ણય પુરવઠો પોહચાડવા માંગણીઓ કરી હતી.


Share to

You may have missed