November 24, 2024

જળસંચય માટેના કરેલા લાખો રૂપિયાનો ખચૅ પાણીમાં વહી ગયો,*  નેત્રંગ તાલુકામાં ચેકડેમ સહિત જળાશયોના કોઈ ઠેકાણા નહીં હોવાથી વરસાદના અમુલ્ય પાણીનો થતો વ્યય,

Share to


તા.૦૪-૦૮-૨૦૨૧ નેત્રંગ.


           નેત્રંગ તાલુકામાં ચેકડેમ સહિત જળાશયોના કોઈ ઠેકાણા નથી,અને નાના-મોટા ચેકડેમના દરવાજા પણ બંધ નહીં કરાતાં હજારો લીટર પાણી વહી રહ્યું છે,


      ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ધ્વારા લાખો-કરોડો રૂપિયાનો ખર્ચાઓ કરીને જળસંકટ ટાળવા અને જળનો સંગ્રહ કરવા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે.નેત્રંગ તાલુકાભરની નદી-નાળા ઉપર પાણી-પુરવઠાની યોજના સહિત વિવિધ યોજનાઓમાંથી નાના-મોટા ચેકડેમનું ભૂતકાળના સમયમાં નિમૉણ કરવામાં આવ્યું હતું.જેમાં ચોમાસામાંની સિઝનમાં વરસાદનું પાણી ચેકડેમમાં સંગ્રહ થાય અને પાણી જમીનમાં પચવાથી આજુબાજુ વિસ્તારમાં આવેલા બોર,મોટર અને કુવાના પાણીના સ્તરમાં વધારો થાય.જેથી ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે અને પશુ-પક્ષી સહિત આમ પ્રજાને પણ જીવનવપરાશ અને ઉનાળાની સિઝનમાં આસાનીથી શુધ્ધ પાણી પીવા માટે મળી રહે,પરંતુ નેત્રંગ તાલુકામાં ચેકડેમ સહિત જળાશયોના કોઈ ઠેકાણા નહીં હોવાથી વરસાદના અમુલ્ય પાણીનો સતત વ્યય થઈ રહ્યો છે.


       જેમાં નદી-નાળા ઉપર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા અને આયોજન વગર કેટલાક ચેકડેમો બનાવવામાં આવ્યા હતા.જેમાં ધોધમાર વરસાદના પગલે ચેકડેમ સહિત આજુબાજુની માટીનું ધોવાણ થઇ જતાં ચેકડેમના નિમૉણકાયૅમાં ભારે ગોબાચારી થયા હોવાની આશંકા સેવાઇ રહી છે,કેટલાક ચેકડેમમાં ત્રિરાડ અને જજૅરીત થવા છતાં સમાંયાતરે પ્રાથમિક સમારકામ પણ કરવામાં નહીં આવતાં વરસાદના અમુલ્ય પાણીનો સતત વ્યય થઇ રહ્યો છે.પરંતુ વહીવટીતંત્ર ઘોર નિદ્રામાં જણાઇ રહ્યું છે,પછી જળસંચય કેવી રીતે થાય તેવું લોકમુખે ચચૉનો વિષય બન્યો છે…?


રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,


Share to

You may have missed