October 30, 2024

સુરત માં આયોજિત સમસ્ત લેઉવા પટેલ નાગાણી પરિવાર દ્વારા છઠ્ઠો સ્નેહ મિલન પ્રસંગ યોજાયો

Share to



સુરત માં ગુજરાત ભરના નાગાણી પરિવાર ના યુવાના દ્વારા બાળકોને અલગ અલગ રમતો દ્વારા અને તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ દ્વારા પ્રોત્સાહિત કરી ખુબ સરસ મજાનું આયોજન કર્યું હતું તેમાં મુખ્ય અતિથિ તરીકે સુરતના જાણીતા રીચ થીન્કર
ડો, અંકિતા મુલાણી દ્વારા માતૃ વંદના કાર્યક્રમ કરી દરેક લોકોના હૈયા ભાવથી ભીંજવી દીધા હતા,
સાથે સાથે યુવાનો વ્યસન મુકત‌ થાય દીકરીઓને આત્મા નિર્ભર બને અને બાળકોને સંસ્કાર ની ખુબ સરસ વાતો દ્વારા પારિવારિક જીવન કેવી રીતે જીવાય તે બધી વાતો કરી હતી સાથે સાથે પાણી બચાવો વૃક્ષ વધુ વાવો અને જેવા સંકલ્પ કરી નાગણી પરિવારે છઠ્ઠા સ્નેહ મિલન ની ધામધૂમથી ઉજવણી કરી હતી એન્કર બાલુભાઇ નાગાણી અમિત નાગાણી વિજયભાઈ નાગાણી અને પલક દ્વારા ખુબ સરસ મજાનું આયોજન થયું હતું સાથે સાથે નાના બાળકો એ પણ કાલી ઘેલી ભાષામાં પોતાની કલાને રજૂ કરી હતી.

રિપોર્ટર, મહેશ કથિરીયા
‌.


Share to

You may have missed