November 21, 2024

ભરૂચ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા વિભાગીય અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું

Share to

ભરૂચ ખાતે રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે. ભારત વિકાસ પરિષદ ગુજરાત મધ્ય દ્વારા ભરૂચના BDMA હોલ ખાતે વિભાગીય અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો દીપ પ્રાગટય દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે પ્રાંત અધ્યક્ષ ફાલ્ગુન વોરા,દક્ષિણ વિભાગ સહમંત્રી ધર્મેશ શાહ,રણજિત ચૌધરી,વિજય કક્કડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ અભ્યાસ વર્ગમાં અમદાવાદ, ગોધરા, નડિયાદ,વડોદરા, સુરત અને ભરૂચ શાખાના હોદ્દેદારોએ ભાગ લીધો હતો.અલગ અલગ 7 ભાગમાં આ અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિષદ દ્વારા કરાતી વિવિધ પ્રવૃત્તિ અંગે માહિતી આપવામાં આવી હતી.

#DNSNEWS


Share to

You may have missed