November 21, 2024

માંડવી નાં પુના ગામે કદાવર દિપડો પાંજરે પૂરતા લોકો એ રાહત અનુભવી…….દિપડા ને જોવા માટે લોકો નાં ટોળા ઉમટી પડ્યા…

Share to

વનવિભાગ દ્વારા ફરી પાંજરું મુકવામાં આવે એવી લોકોની માંગણી

સુરત જિલ્લાના માંડવી તાલુકામા રહેણાંક વિસ્તારોમા દિપડાઓ દેખાતા હોવાની ઘટનાઓ સતત વઘતી રહી છે ત્યારે આજ રોજ વહેલી સવારે માંડવી તાલુકાનાં પુના ગામે ફરી એકવાર સ્થાનીકો દ્વારા વન વિભાગને જાણ કરાયા બાદ પુના ગામે આશ્રમ ફળિયા વિસ્તારમાંથી કદાવર દિપડો પાંજરે પુરાયા બાદ, સમગ્ર વિસ્તારમાં દહેશતના માહોલ વચ્ચે દિપડો પાંજરે પુરાયો હોવાની જાણ છતા લોકાના ટોળા ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ વનવિભાગ દ્વારા આશ્રમ ફળિયા ખાતે ખેતર નજીક ખુલા મેદાનમાં પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં મારણ તરીકે મરધી મુકી હતી જેનો શિકાર કરવા માટે આજરોજ તારીખ: ૧૫/૫/૨૦૨૩ ને સોમવારે વહેલી સવારે કદાવર દિપડો જતાં આખરે પાંજરે કેદ થઈ ગયો હતો.
જેની જાણ પુના સહિત આજુબાજુના ગામના લોકો ને થતાં લોકો નાં ટોળેટોળાં દિપડા ને જોવા માટે મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા.અને પુના સહીત આજુ બાજુ ગામમાં અજુ પણ દીપડા હોવાનું લોકો મુખેચર્ચાય રહ્યું છે અને જેને કારણે વનવિભાગ દ્વારા ફરી પાસું પંજારું મુકવા માં આવે એવી લોકમાંગણી ઉઠવા પામી છે

રિપોર્ટર… નિકુંજ ચૌધરી માંડવી સુરત


Share to

You may have missed