_માણવદરના રહેવાસી દીવ્યાબેન હુણ૧૨,૦૦૦/- રૂપીયાનો થેલો ઓટો રીક્ષામાં ભુલી જતા સી ડીવીઝનને જાણ કરી હતી જૂનાગઢ પોલીસે થેલો શોધીને મહિલા અજદરને પરત અપાવ્યો

Share to
_૮,૦૦૦/- રોકડ રૂપીયા સાથે કુલ રૂ. ૧૨,૦૦૦/- ની કીંમતનો થેલો ખોવાતા, નેત્રમ શાખા, જૂનાગઢ દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી શોધી આપેલ._*

_દીવ્યાબેન દેવાયતભાઇ હુણ મુળ માણવદરના રહેવાસી હોય અને જૂનાગઢ ખાતે આવેલ હોય, પોતાના કામ અર્થે તેઓ મધુરમ વિસ્તારથી ગીરનાર દરવાજા તરફ જવા ઓટો રીક્ષામાં બેઠેલ, તેમની સાથે રાખેલ ૧ થેલો કે જેમાં ૮,૦૦૦/- રૂપીયા રોકડ તથા એ.ટી.એમ કાર્ડ, કપડા વિગેરે મળી કુલ ૧૨,૦૦૦/- રૂપીયાના સામાનનો થેલો ઓટો રીક્ષામાં જ ભુલી ગયેલ*, તેઓએ શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ ઓટો રીક્ષા મળેલ નહી. તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ સી ડીવીઝનના પી.એસ.આઇ. શ્રી જે.એમ.વાળાને કરતા પી.એસ.આઇ. શ્રી જે.એમ.વાળા દ્રારા જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) તથા સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી રવી તેજા વાસમાશેટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે*, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

_જૂનાગઢ હેડ કવા.ના ડી.વાય.એસ.પી. એ.એસ. પટણી તથા જૂનાગઢ ડિવિઝનના ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પો.સ્ટે.ના પી.એસ.આઇ. શ્રી જે.એમ.વાળા, રોહીતભાઇ ધાંધલ, દીલીપભાઇ ડાંગર, મનીષભાઇ હુંબલ તથા નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. અંજનાબેન ચવાણ, હીનાબેન વેગડા, જીતુસીંહ જુંજીયા, એન્જીનીયર મસુઅદઅલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી દીવ્યાબેન હુણ જે સ્થળેથી ઓટો રીક્ષામાંથી ઉતરેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરી ઓટો રીક્ષાના નંબર GJ 01 CZ 6939 શોધેલ અને તે આધારે ઓટો રીક્ષાના માલીક જીતેન્દ્રભાઇ મહેશભાઇ તન્નાને શોધી સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા પૂછપરછ કરેલ. ઓટો રીક્ષા ચાલક પણ પોતાની ઓટો રીક્ષામાં કોઇ પેસેન્જર થેલો ભુલી ગયાનુ જણાવેલ, પરંતુ આ થેલો કોનો છે? અને તેમાં શુ છે? તે પણ તેમને ખ્યાલ ન હતો, નેત્રમ શાખા તથા સી ડીવીઝનના પોલીસ સ્ટાફ દ્રારા ૮,૦૦૦/- રોકડ રૂપીયા સાથેની કુલ રૂ. ૧૨,૦૦૦/- ની કીંમતનો થેલો શોધી દીવ્યાબેન હુણને પરત આપેલ.*_

_જૂનાગઢ પોલીસ સ્ટાફ દ્વારા ૮,૦૦૦/- રોકડ રૂપીયા સાથેની કુલ રૂ. ૧૨,૦૦૦/- ની કીંમતનો થેલો શોધી દીવ્યાબેન હુણને પરત સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી દીવ્યાબેન હુણ પ્રભાવિત થયેલ અને ખુબજ ભાવુક થઇ ગયેલ હતા અને તેમણે જણાવેલ કે આ થેલો પરત મળશે તેવી તેમણે આશા છોડી દીધેલ અને નેત્રમ શાખા તથા સી ડીવીઝન પોલીસનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો…*_

💫 _જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવી તેજા વાસમશેટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) સી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા દીવ્યાબેન હુણના ૮,૦૦૦/- રોકડ રૂપીયા સાથે કુલ રૂ. ૧૨,૦૦૦/- ની કીંમતનો થેલો સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે..*_


,મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to