November 29, 2024

ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આવી શકે તવાહી.. જાણો શું કરી આગાહી

Share to


(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૫
હવામાન વિભાગે ૮ મે સુધી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત આંબાલાલે ૧૧ અને ૧૨ મે વાતાવરણના પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે. રાજ્યમાં હાલ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. માર્ચ માસ બાદ એપ્રિલ અને હવે મે માસમાં પણ રાજ્યમાં છૂટછવાયો વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે ૮ મે સુધી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત આંબાલાલે પણ વાતાવરણના પલટાની વાત કરી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ ગુજરાતમાં ૧૧ અને ૧૨ મે કમોસમી વરસાદની ફરી આગાહી કરી છે. વાવાઝોડા વિશે શું કરી આગાહી?… હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર મે માસમાં વરસાદ સાથે વાવાઝોડુ પણ આવી શકે છે. જેની અસર દક્ષિણ પૂર્વિય તટ અને બાંગલાદેશ પર રહેશે. તો ૨૮મી મેથી ૪ જૂન વચ્ચે ફરી અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.આબાંલાલના અનુમાન મુજબ મે અને જૂનમાં વાવાઝોડું આવી શકે છે.ઉપરાંત નવેમ્બરમાં પણ તેજ પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આંબાલાલે મે અને જૂનમાં ગુજરાતમાં પણ વાવાઝાડો અને વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. નવેમ્બરના મધ્યમાં પણ વાવાઝોડો અને વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. ઉપરાંત આબાલાલાના કહેવા મુજબ ૨૮મી મેથી ૪ જૂન વચ્ચે ફરી અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે. જેના કારણે સૌરાષ્ટ્ર અને પશ્ચિમમા વરસાદ થઇ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે. ચોમાસની વાત કરીએ તો આંબાલાલ મુજબ ચોમાસાની વિધિવત શરૂઆત ૨૦ જૂનની આસપાસ થવાનો અનુમાન વ્યક્ત કર્યો છે.


Share to

You may have missed