ગુજરાત રાજ્યમાં હજુ ત્રણ દિવસ રહેશે માવઠાનું સંકટ

Share to


(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૪
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠાનું સંકટ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ૪૮ કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે, જે બાદ તાપમાન ૨ થી ૪ ડિગ્રી વધી જશે. ૭મી મેથી માવઠાનું સંકટ દૂર થવાની શક્યતાઓ છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ દર્શાવાઈ છે. જેના કારણે ૪૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચોમાસાની શરૂઆત થતા પહેલા જ રાજ્યમાં કમોસમી વરસાદ ૨૯.૮દ્બદ્બ વરસાદ નોંધાયો છે.. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ફેબ્રુઆરી મહિના માંથી જ શરૂ થઈ ગઈ હતી. સામાન્ય રીતે આ સિઝનમાં ૦.૯ એમએમ વરસાદ હોવો જાેઈએ તેના કરતાં વધુ વરસાદ રાજ્યમાં પડ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ વરસાદની અસર સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૯૨.૯ એમએમ વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ૩૯.૯દ્બદ્બ વરસાદ નોંધાયો છે, અમદાવાદમાં૧૬.૭દ્બદ્બ નોંધાયો છે, જ્યારે અમરેલીમાં ૬૨દ્બદ્બ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. બાગાયતી પાકો અને શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જામ્યું છે. દિલ્હી સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં ગુરુવાર (૪ મે)થી હળવા ઝાકળ અને ધુમ્મસની શરૂઆત થઈ છે. દેશના મેદાની વિસ્તારોમાં વરસાદની સાથે કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. આ સિવાય પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જાે કે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ સાથે જ એપ્રિલની શરૂઆતથી જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે (૪ મે) રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. રાજ્યમાં ૪ મે, ગુરુવારે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ કેટલીક જગ્યાએ હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. રાજ્યના ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય ૩૨૦૦ મીટર અને તેનાથી વધુ ઉંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા અને કરા પણ પડી શકે છે. વિભાગમાં આ વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને જાેતા કેદારનાથ યાત્રા ૫ મે સુધી રોકી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં પણ વિભાગે ઘણી જગ્યાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવાર (૪ મે)ના રોજ વરસાદની સાથે જાેરદાર પવન ફૂંકાશે. વિભાગે ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં પણ વિજળીના ચમકારા, ભારે પવન સાથે કરા પડવાની સંભાવના છે. રાજ્યના બિકાનેર, જયપુર, કોટા, અજમેર, ભરતપુર વિભાગના કેટલાક ભાગોમાં વાવાઝોડાની ગતિવિધિઓ ચાલુ રહેવાની સંભાવના છે.


Share to

You may have missed