તલાટી કમ મંત્રીની પરીક્ષામાં ગેરરીતિ થાય તેવી વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ

Share toભરૂચ:ગુરુવાર: તા. ૭ મે ૨૦૨૩નાં રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) સંવર્ગની જગ્યા ઉપર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર હોય તા. તા. ૭ મે ૨૦૨૩નાં રોજ સવારના ૦૯:૩૦ કલાક થી ૧૪:૩૦ કલાક સુધી ભરૂચ જિલ્લાના શહેર/તાલુકા ખાતેના કુલ-૩૫ તથા અંકલેશ્વર શહેર/તાલુકા ખાતે કુલ-૨૫ મળી કુલ-૬૦ પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટ્રુથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ, ઈલેકટ્રોનિક ગેઝેટ તેમજ પુસ્તક,અન્ય સાહિત્યો કે પરીક્ષામાં ગેરરીતિ થાય તેવી કોઈ પણ પ્રકારની અન્ય વસ્તુઓ પરીક્ષાર્થીઓ/ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન આર ધાધલે એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર થશે તેમજ હુકમના ભંગ બદલ ફરીયાદ માટે પોલીસ હેડ કોન્સટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારશ્રીને અધિકૃત કરવામાં આવ્યા છે.


Share to